- Table View
- List View
Antarpatt
by Mohan Madhikar1996ના ‘સેવાદિન’ (1લી સપ્ટેમ્બર: જુગતરામભાઈનો જન્મદિન) નિમિત્તે જુગતરામભાઈ દવેનાં વીણેલાં કાવ્યોનું પુસ્તક પ્રગટ કરવાનું ઠરાવેલું. પાંચેક વર્ષ પૂર્વે—એમના જન્મશતાબ્દી વર્ષે એમનાં વેરાયેલાં કાવ્યો સંશોધન કરી મેં એકત્રિત કર્યાં હતાં. તેમાંથી શ્રી ભીખુભાઈ વ્યાસ, શ્રી હર્ષકાન્તભાઈ વોરા તથા શ્રી ગભરુભાઈ ભડિયાદરા સાથે મળી અમે કાળના પ્રવાહમાં વિલીન થતાં બચાવી લેવા યોગ્ય, પોતાના પગ પર ઊભાં રહી શકે તેવાં તથા કવિના નોખા નોખા મિજાજનું દર્શન કરાવતાં કાવ્યો અહીં લીધાં છે. પસંદગીના કાર્યમાં વ્યક્તિગત રસ-રુચિ, ગમા-અણગમા ભાગ ભજવી શકે છે. કંઈક ઉદારતા દાખવી આટલાં કાવ્ય-પુષ્પો ચૂંટ્યાં છે.
Aptasutra Part 1: આપ્તસૂત્ર - ૧
by Dada Bhagwanપ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !
Aptasutra Part 2: આપ્તસૂત્ર - ૨
by Dada Bhagwanપ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !
Aptasutra Part 3: આપ્તસૂત્ર - ૩
by Dada Bhagwanપ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !
Aptavani-12 - (Uttarardh): આપ્તવાણી શ્રેણી - ૧૨ (ઉત્તરાર્ધ)
by Dada Bhagwanજ્ઞાન (આત્મજ્ઞાન) મળ્યા પછી મહાત્માઓને નિરંતર પાંચ આજ્ઞામાં રહેવા સિવાય બીજું કંઈ જ કરવાનું રહેતું નથી. આ પાંચ આજ્ઞા જ્ઞાનવિધિ (આત્મજ્ઞાન પ્રાપ્તિની વિધિ) દ્વારા જ્ઞાન પામેલા મહાત્માઓ માટે જ છે. પાંચ આજ્ઞામાં એક્ઝેક્ટ રહે, તે ભગવાન મહાવીર જેવી દશાને પામે! આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રીનો પાંચ આજ્ઞાનાં અર્થ પરનો સત્સંગ, પાંચ આજ્ઞાનું અપાર અને સંપૂર્ણ મહત્વ, વ્યવહારિક કાર્યોનાં ડીસ્ચાર્જ વખતે કેવીરીતે આજ્ઞામાં રહેવું, રીયલ અને રીલેટીવ સંજોગોની સાથે કેવીરીતે વર્તવું, ફાઈલોનો સમભાવે નિકાલ કેવીરીતે કરવો, ભરેલા માલ અને કર્મોના ચાર્જ અને ડીસ્ચાર્જની સમજણ અને મોક્ષના તપ ની આવશ્યકતા અને બીજી ઘણી બાબતોનો સમાવેશ થયેલો છે.. આ પ્રકારની અમૂલ્ય સમજણ, આપણને મોક્ષમાર્ગ પર પ્રગતિ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
Aptavani - 14 Part 1: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૧
by Dada Bhagwanપ્રસ્તુત પુસ્તકમાં આત્માનાં ગુણોધર્મો ને અગોપિત (ખુલ્લાં) કરવામાં આવ્યા છે અને એ કારણોની પણ ઓળખાણ પાડવામાં આવી છે કે જેનાં કારણે આપણે આત્માનુભવ કરવામાં અસમર્થ રહ્યા છીએ. પુસ્તક બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. આ પહેલાં ભાગ માં બ્રહ્માંડનાં છ અવિનાશી તત્વોનું વર્ણન, વિ`શેષભાવ (“હું”) અને અહંકારની ઉત્પત્તિનાં કારણોનાં ફોડ પાડ્યા છે. આત્મા તેના મૂળ સ્વભાવમાં રહીને, સંયોગોના દબાણ અને અજ્ઞાનતાનાં લીધે એક અલગજ અસ્તિત્વ (“હું”) ઉભું થાય છે. “હું” એ ફર્સ્ટ લેવલનું અને “અહમ” એ સેકન્ડ લેવલનું અલગ અસ્તિત્વ છે. રોંગ બિલિફો જેવી કે, “હું ચંદુલાલ છું”, “હું કર્તા છું” ઊભી થાય છે અને પરિણામે ક્રોધ, માન, માયા અને લોભ આવી રોંગ બિલિફોમાંથી ઊભાં થયા. “હું ચંદુલાલ છું” આ બિલિફ બધાજ દુઃખોનું મૂળ છે. એકવાર આ બિલિફ જતી રહે તો પછી કોઈપણ દુ:ખ રહેતું નથી.
Aptavani-14 Part-2: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૨
by Dada Bhagwanપ્રસ્તુત પુસ્તકમાં આત્માનાં ગુણોધર્મોને અગોપિત કરવામાં આવ્યા છે અને એ કારણોની પણ ઓળખાણ પાડવામાં આવી છે કે જેનાં કારણે આપણે આત્માનુભવ કરવામાં અસમર્થ છીએ. પુસ્તક બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. આ બીજા ભાગમાં છ અવિનાશી તત્વોનું (આત્મા, જડ, ગતિસહાયક, સ્થિતિસહાયક, કાળ અને આકાશ) વિગતવાર વર્ણન અને કઈરીતે આ બ્રહ્માંડ, આ તત્વોની ભાગીદારીથી બનેલું છે અને જડતત્વનો સ્વભાવ, આત્માનાં ગુણધર્મ અને પર્યાયની ઊંડી સમજણ પાડવામાં આવી છે. “હું ચંદુલાલ છું” એ સંસારનું અને “હું શુધ્ધાત્મા છું” એ મુકિતનું કારણ છે.
Aptavani-14 Part-3: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૩
by Dada Bhagwanઆપ્તવાણી ૧૪, ભાગ ૩ માં પ્રકાશિત પ્રશ્નોત્તરી સત્સંગમાં પરમ પૂજ્ય દાદાશ્રી આત્મજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન દશા સુધી પહોંચવા માટેની બધી સમજણ ખુલ્લી કરે છે. ખંડ ૧ માં આત્માના સ્વરૂપો રીઅલી, રીલેટીવલી, સંસાર વ્યવહારમાં દરેક રીતે, કર્મ બાંધતી વખતે, કર્મફળ ભોગવતી વખતે અને પોતે મૂળ સ્વરૂપે કોણ છે, એમ અસ્તિત્વના સ્વરૂપો જે જ્ઞાની પુરુષના શ્રીમુખે બોલાયા છે, એના વિગતવાર ફોડ પ્રાપ્ત થાય છે. પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા, પાવર ચેતન, મિશ્રચેતન, નિશ્ચેતન ચેતન અને મિકેનીકલ ચેતનની જ્ઞાનીની દ્રષ્ટિમાં જે યથાર્થ સમજણ છે તે શબ્દોના માધ્યમથી પરમ પૂજ્ય દાદાશ્રીની વાણી દ્વારા પ્રાપ્ત થાય છે. ખંડ ૨ માં જ્ઞાન સ્વરૂપની સમજણ, સ્વરૂપના અજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન સુધીના પ્રકારો તેમજ જ્ઞાન-દર્શનના વિવિધ પ્રકારોની વિસ્તૃત સમજણ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનમાં કુમતિ, કુશ્રુત, કુઅવધિ તથા જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન એમ પાંચ વિભાગ તેમજ દર્શનમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન વગેરેના આધ્યાત્મિક ફોડ પ્રાપ્ત થાય છે.
Aptavani-14 Part-4: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૪
by Dada Bhagwanઆ આપ્તવાણીમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ અનુભવેલા આત્માના ગુણધર્મો અને સ્વભાવનું વર્ણન છે. થિયરેટિકલ અને એટલું જ પ્રેક્ટિકલ રીતે, એ ગુણને ઉપયોગમાં પોતે કેવી રીતે લઈ શક્યા, એમને એ વર્ત્યું છે અને આપણને પણ એને ઉપયોગમાં લઈ આત્મામાં આવી જવાની અદભુત સમજ આપી શક્યા. અને એ ગુણ ઉપયોગમાં લઈ સંસારી પરિસ્થિતિઓમાં વીતરાગતા કેવી રીતે રાખી શકાય, તેવી વાતો સિદ્ધ સ્તુતિના ચેપ્ટરમાં આપણને પ્રાપ્ત થાય છે તથા લૌકિક માન્યતાઓ સામે વાસ્તવિકતા શું છે ? તેમ જ માન્યતાઓની વિવિધ દશાઓમાં આ ગુણ-સ્વભાવ કેવી રીતે ઉપયોગમાં લેવાય ? જ્ઞાની પુરુષને આવા ગુણ-સ્વભાવ કેવી રીતે યથાર્થપણે વર્તે છે ? અને એથી આગળ તીર્થંકર સાહેબોને સર્વોચ્ચ દશામાં કેવું વર્તતું હશે ? એ બધી વાતો દાદા શ્રીમુખે નીકળી છે, તે સર્વ અત્રે સમાવિષ્ટ થઈ છે.
Aptavani-14 Part-5: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૫
by Dada Bhagwanઆ આપ્તવાણીમાં આત્માના સ્વરૂપ વિશે સૈદ્ધાંતિક વાતોને સંકલન કરવાનો પ્રયાસ થયો છે. જેમાં કેવળજ્ઞાન સ્વરૂપ, ચૈતન્યઘન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, અવ્યાબાધ સ્વરૂપ, ટંકોત્કીર્ણ, અરીસા જેવો, અનંત પ્રદેશી, અરૂપી-અમૂર્ત, સૂક્ષ્મતમ, સિદ્ધ ભગવાન, મોક્ષ આદિ અનેક ફોડ પાડ્યા છે.પરમ પૂજ્ય દાદાશ્રીએ સત્સંગમાં પ્રદાન કરેલી આવી વિવિધ સમજને યથાયોગ્ય સંકલન કરી આ પુસ્તકમાં પ્રકાશન કરવામાં આવેલ છે. જે મૂળ અવર્ણનીય,અવક્તવ્ય,નિઃશબ્દ એવા આત્મસ્વરૂપની સમાજ પામવા સહાયરૂપ બનશે.
Aptavani Part 1: આપ્તવાણી - ૧
by Dada Bhagwanજગત કોણે બનાવ્યું? શું આ જગત તમારા માટે એક કોયડો છે? આ બધું કેમ ચાલે છે તેનું તમને આશ્ચર્ય થાય છે? આપણો આત્મા કેમ અનંત કાળથી ભટક્યા કરે છે? કર્તા કોણ છે? ધર્મ શું છે? મુક્તિ શું છે? ધર્મ કરતાં અધ્યાત્મ કઈ રીતે અલગ છે? શુદ્ધાત્મા શું છે? મન, વચન અને કાયાના કાર્યો શા છે? સંસારી સંબંધો કેવીરીતે સાચવવા? પ્રારબ્ધ અને પુરુષાર્થના ફરકને કેવીરીતે ઓળખાવો? અહંકાર શું છે? ક્રોધ, માન, માયા, લોભનું કારણ શું છે? જેને મુક્તિ વિષે જિજ્ઞાસા છે, અથવા જેને મુક્તિ જોઈએ છે તેને જીવનમાં આવા ઘણા બધા સવાલો અને કોયડાઓ હશે. આત્માનું જ્ઞાન એ, બધાનો અંતિમ ધ્યેય છે. આત્માના જ્ઞાન વિના મુક્તિ નથી. આ જ્ઞાન જ્ઞાનીના હ્રદયમાં છે. પરમ પૂજ્ય દાદાશ્રીના હ્રદય માંથી સીધા આવેલા આ જ્ઞાનનું અને જુદા જુદા કોયડાઓના જવાબોનું આ પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું છે. જ્ઞાનનું આ પવિત્ર પુસ્તક મુખ્યત્વે જેમનું વૈજ્ઞાનિક મન છે, જેઓ સંસારિક જીવનના ભોગવટાથી મુક્ત આત્માની શાંતિનું શરણું શોધે છે, તેમને માટે છે.
Aptavani Part 10 Purvardh: આપ્તવાણી શ્રેણી ૧૦ (પૂર્વાર્ધ)
by Dada Bhagwanપ્રસ્તુત આપ્તવાણી શ્રેણી ૧૦ માં પરમ પૂજ્ય દાદાશ્રીનાં અંતઃકરણના – મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ચારેય ભાગનું વિવરણ અને ગુણધર્મ સંબંધી સત્સંગનો સમાવેશ થાય છે. તે શેનું બનેલું છે? તેની ઉત્ક્રાંતિ(ડેવલપમેન્ટ) કેવી રીતે થાય છે? જાનવરોમાં, દેવગતિમાં, મનુષ્યોમાં તેમજ નાના બાળકમાં, નાના જીવોમાં અંતઃકરણનું સ્વરૂપ શું છે, કેવું છે તે સમગ્ર ફોડ જીજ્ઞાસુ-મુમુક્ષુઓને જ્ઞાનવાણી દ્વારા સાંપડે છે. અજ્ઞાન દશામાં અંતઃકરણમાં તાદાત્મ્યપણું વર્તે છે, જ્યારે જ્ઞાન પછી (આત્મસાક્ષાતકાર પછી) અંતઃકરણથી અને એની પ્રત્યેક અવસ્થા થી મુક્ત દશામાં રહી શકાય છે. આપ્તવાણી શ્રેણી ૧૦ પૂર્વાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ મન ના કાર્યો અને સ્વભાવનાં વિવરણ સ્વરૂપે ફોડ પાડેલ છે. આપણા મનમાં ઉભા થતાં અસંખ્ય વિચારોનું કારણ શું છે? જ્યારે આપણે વિચારોને કંટ્રોલ કરવા જઈએ છીએ ત્યારે શું થાય છે? આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે જાતજાતનાં વિચારો આપણને હેરાન કરે છે અથવા આડાઅવળા વિચારો ઉત્પન્ન થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ જે વિજ્ઞાન ના પાયા પર મન કાર્ય મનથી જુદાપણું રહે જેના પરિણામે આત્મા મુકિત પ્રાપ્ત કરી શકે.
Aptavani Part 10 Uttarardh: આપ્તવાણી શ્રેણી ૧૦ (ઉત્તરાર્ધ)
by Dada Bhagwanપ્રસ્તુત આપ્તવાણી શ્રેણી ૧૦ માં પરમ પૂજ્ય દાદાશ્રીનાં અંતઃકરણના – મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ચારેય ભાગનું વિવરણ અને ગુણધર્મ સંબંધી સત્સંગનો સમાવેશ થાય છે. તે શેનું બનેલું છે? તેની ઉત્ક્રાંતિ(ડેવલપમેન્ટ) કેવી રીતે થાય છે? જાનવરોમાં, દેવગતિમાં, મનુષ્યોમાં તેમજ નાના બાળકમાં, નાના જીવોમાં અંતઃકરણનું સ્વરૂપ શું છે, કેવું છે તે સમગ્ર ફોડ જીજ્ઞાસુ-મુમુક્ષુઓને જ્ઞાનવાણી દ્વારા સાંપડે છે. અજ્ઞાન દશામાં અંતઃકરણમાં તાદાત્મ્યપણું વર્તે છે, જ્યારે આત્મસાક્ષાત્કાર પછી અંતઃકરણથી, અને એની પ્રત્યેક અવસ્થા થી મુક્ત દશા માં રહી શકાય છે. આપ્તવાણી શ્રેણી ૧૦ ઉત્તરાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રી બુધ્ધિ, સૂઝ અને અહંકાર, તેમના સ્વભાવ અને કાર્યો વિષેનું વિજ્ઞાન ખુલ્લું કરે છે. ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે આપણી બુધ્ધિ કેટલાંક નિર્ણયો લેવામાં ટેકો આપવાનાં બદલે ડખોડખલ કરે છે. આપણું ચિત્ત આપણી સ્થિરતા ડગાવે છે અથવા આપણે જોઈતી હોય તે વસ્તુઓને દેખાડે છે. આપણું ચિત્ત વ્યકિતઓનાં/સ્થળોનાં માનસિક ફોટોગ્રાફ પાડે છે. આપણો અહંકાર આત્માનુભવ અટકાવે છે અને તે માન અને કીર્તિ માટે ઝંખે છે. પોઝીટીવ કે નેગેટીવ અહંકાર, બંને કામ કરતા હોઈ શકે. પરમ પૂજ્ય દાદાશ્રીએ બુધ્ધિ-ચિત્ત-અહંકારના કાર્યોનું વિજ્ઞાન અને આ વિજ્ઞાનની સમજ કેટલી જરૂરી છે તે ખુલ્લું કર્યું છે; જેથી આ અંતઃકરણથી છૂટા રહી શકાય અને તેનાં પરિણામે આત્મા મુકિત પ્રાપ્ત કરી શકે.
Aptavani Part 11 Purvardh: આપ્તવાણી શ્રેણી-૧૧ (પૂર્વાર્ધ)
by Dada Bhagwanજગતની વાસ્ત્વિકતાઓ જાણવા જીવ જ્યારથી જન્મ્યો ત્યારથી ઝઝૂમ્યા કરે છે પણ તે જડતું જ નથી. વાસ્ત્વિકતા નાં પાયામાં ‘હું કોણ છું’ અને ‘કોણ કરે છે આ બધું’ એ પ્રશ્નો છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં ‘કોણ કરે છે અને આ જગત કેવી રીતે ચાલે છે !’ તેના વિશેનું રહસ્ય અગોપિત કર્યું છે. જગત “વ્યવસ્થિત શક્તિ” ના સિધ્ધાંતથી ચાલે છે. આત્મવિજ્ઞાન ને સમજવા માટે ‘વ્યવસ્થિત શક્તિ’વીરીતે કામ કરે છે તે સમજવું અત્યંત મહત્વનું બની જાય છે. વ્યવસ્થિત શક્તિ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કેટલાંય બધાં સંયોગો ભેગા થઈને પછી જે આવે તે પરિણામ ! પરમ પૂજ્ય દાદાશ્રીએ ખરો કર્તા કોણ છે, વ્યવસ્થિત શક્તિ શું છે, આ શકિતનો રોલ શું છે, કેવીરીતે આપણા કર્મોની ચોક્કસ ઈફેક્ટ આવે છે. આવું શા માટે બન્યું તેનાં વાસ્તવિક ફોડ પડ્યા છે. આ સમજણ સાથે, કશુંક અવળું બન્યું તો ન તો આપણે કોઈ પર આરોપ મૂકીશું અથવા કંઈક સવળું બન્યું તો ન તો સ્વાર્થી બનીને તેનો ગર્વરસ લઈશું. આ સમજણ આપણા જીવનમાં શાંતિ અને સમતા રાખશે.
Aptavani Part 11 Uttarardh: આપ્તવાણી શ્રેણી - ૧૧ (ઉત્તરાર્ધ)
by Dada Bhagwanસ્વરૂપ જ્ઞાનની પ્ર્રાપ્તિ પછી પોતે ‘શુધ્ધાત્મા’ પદમાં આવી જાય છે. પોતે કર્તા નથી પણ સ્વરૂપ કેવળ જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે. અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે, તો પછી જગત કોણ ચલાવે છે? જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીની શોધખોળ મુજબ હમેંશા ‘વ્યવસ્થિત શક્તિ’નાં આધીન જગત ચાલે છે માટે જગત હમેંશા “વ્યવસ્થિત” જ રહેલું છે. વ્યવસ્થિત શક્તિ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કેટલા બધાં સંયોગો ભેગા થઈને પછી જે આવે તે પરિણામ. વ્યવસ્થિતનું જ્ઞાન આપણને ભયમુક્ત રાખે છે. ચિંતા, ઉપાધિ, ટેન્શન રહિત બનાવે છે ! પ્રસ્તુત ગ્રંથમાં પરમ પૂજ્ય દાદાશ્રી વ્યવસ્થિત શકિતનાં સિધ્ધાંત ને વિગતવાર સમજાવે છે. ‘મેં કર્યું’ એવું થયું કે કર્તા થયા. કર્તા થાય તેની જોખમદારી ઊભી થાય. ‘આ મેં કર્યું’ એમ થયું કે કર્મને પોતે આધાર આપ્યો એટલે કર્મ બંધાય. જો કે આત્મજ્ઞાન પછી આવા વિચાર જતાં રહે છે કારણકે પોતાને અનુભવ થાય છે કોઈ સ્વતંત્ર કર્તા નથી. જેવી રીતે તમે સ્વતંત્ર કર્તા નથી તેમ બીજી વ્યકિત પણ સ્વતંત્ર કર્તા નથી. તેથી સામી વ્યક્તિ સાથે રાગ-દ્વેષ ના થાય. વ્યવસ્થિતનું જ્ઞાન આપણને રોજબરોજનાં જીવનમાં મદદ કરી શકે તેવું છે, આપણને વર્તમાનમાં રાખે અને ભૂત કે ભવિષ્યના ગુંચવાડામાં અટવાઈ ના જવાય. પરંતુ વર્તમાનમાં આપણી કામ કરવાની એફિસિયન્સી(શક્તિ) વધારે છે. જોકે પરમ પૂજ્ય દાદાશ્રી વ્યવસ્થિત શક્તિનાં જ્ઞાનનાં દુરૂપયોગ સામે ચેતવે છે કે જ્યાં કોઈ હેતુપૂર્વક કશુંક અવળું કરે અને પછી વ્યવસ્થિત શકિત પર આરોપ મૂકે. સાચી સમજણ અને વ્યવસ્થિત શકિતનાં જ્ઞાનનાં વ્યવહારુ ઉપયોગથી જીવનમાં શાંતિ અને સમતા આવશે. જે આપણને આત્યંતિક કલ્યાણ તરફ દોરી જશે.
Aptavani Part 12 Purvardh: આપ્તવાણી શ્રેણી - ૧૨ (પૂર્વાર્ધ)
by Dada Bhagwanઅક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીએ ઠેર ઠેર મહાત્માઓની વ્યવહારની મૂંઝવણો, આજ્ઞામાં રહેવાની મુશ્કેલીઓ તેમજ સૂક્ષ્મ જાગૃતિમાં કઈ રીતે રહેવું તેના ખુલાસાઓ કરેલા છે. જાગૃતિમાં ‘હું ચંદુલાલ છું’(વાચકે પોતાનું નામ વાપરવું) ની માન્યતામાંથી ‘હું શુધ્ધાત્મા જ છું’, ‘અકર્તા જ છું’, ‘કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ છું’. બીજું બધું આગલા ભવમાં ‘ચાર્જ’ કરેલું, તેનું ‘ડિસ્ચાર્જ’ જ છે. ભરેલો માલ જ નીકળે છે, એમાં નવા ‘કૉઝીઝ’ (કારણો) કોઈ સંજોગોમાં ઉત્પન્ન થતાં જ નથી, માત્ર ‘ઇફેક્ટોને’(અસરોને) જ તમે ‘જુઓ’ છો વગેરે વાતોનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં દાદાશ્રીની હૃદયસ્પર્શી વાણી સંકલિત કરેલ છે; જેમાં તેમણે જાગૃતિમાં રહેવાની જુદી જુદી રીતોનું વર્ણન કરેલ છે, જે આત્મકલ્યાણ માટે સૌથી મહત્વનું છે. જાગૃતિ પ્રાપ્ત કરવા અને જાળવી રાખવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતાની જાત સાથે જુદાંપણાનું, જાત જોડે વાતચીતનાં પ્રયોગથી કેવી રીતે ‘જ્ઞાતા-દ્રષ્ટા’ રહેવું, કેવી રીતે કર્મનાં ચાર્જ અને ડીસ્ચાર્જનાં સિધ્ધાંતને સમજીને વાપરવું વગેરેનું.. દર્શન ખુલ્લું કર્યું છે. તો આત્મજાગૃતિ વધારવાં માટે આ પુસ્તક વાંચો જે છેવટે આપણને મોક્ષ તરફ દોરી જશે.
Aptavani Part 13 Purvardh: આપ્તવાણી શ્રેણી - ૧૩ (પૂર્વાર્ધ)
by Dada Bhagwanબધા જ શાસ્ત્રો, બધા જ આધ્યાત્મિક સત્સંગો અને આધ્યાત્મિક ક્રિયાઓનો એક જ અને સમાન સાર છે અને તે ‘આત્માનું જ્ઞાન અને જાગૃતિ’ પ્રાપ્ત કરવી તે છે. ‘પોતે’ શુધ્ધ છે, પરંતુ પોતાને ‘હું કોણ છું?’ તેની રોંગ બિલિફ છે. ‘હું ચંદુલાલ છું’ ની આ રોંગ બિલિફે પ્રકૃતિને ઊભી કરી છે. આ જગતમાં માત્ર બે જ વસ્તુ છે, જડ અને ચેતન. બંને અનાદિથી સર્વથા ભિન્ન અને તદ્નક નિરાળા છે, પરંતુ બંને તત્વોના ભેગા થવાથી વિશેષભાવ “હું ચંદુલાલ છું” ઊભો થાય છે જે આત્મજ્ઞાનનાં મૂળભૂત સિધ્ધાંતને “હું શુધ્ધાત્મા છું” ને અસંગત છે. પ્રસ્તુત પુસ્તકમાં અક્રમવિજ્ઞાનનાં જ્ઞાની પુરુષની વાણી પ્રકાશિત થયેલ છે જેઓ વિશ્વમાં પરમ પૂજ્ય દાદાશ્રી તરીકે જાણીતા છે. તેમણે પ્રકૃતિનાં રૂટ કોઝની, પ્રકૃતિને કઈ રીતે ‘પોતા’થી (આત્માથી) જુદી રાખવી, અને કઈ રીતે પ્રકૃતિને માત્ર ‘જોયા’ કરવાની તેની વિગતવાર સમજણ આપી છે. પ્રસ્તુત ગ્રંથના પૂર્વાધમાં આઠેય પ્રકારનાં કર્મોને વિગતવાર સમજાવ્યા છે. આ પુસ્તક પ્રકૃતિ અને કર્મોનું વિજ્ઞાન(સાયન્સ) બાબતમાં જાગૃત કરનાર છે.
Aptavani Part 13 Uttarardh: આપ્તવાણી શ્રેણી - ૧૩ (ઉત્તરાર્ધ)
by Dada Bhagwanબધા જ શાસ્ત્રો, બધા જ આધ્યાત્મિક સત્સંગો અને આધ્યાત્મિક ક્રિયાઓનો એક જ અને સમાન સાર છે અને તે ‘આત્માનું જ્ઞાન અને જાગૃતિ’ પ્રાપ્ત કરવી તે છે. ‘પોતે’ શુધ્ધ છે, પરંતુ પોતાને ‘હું કોણ છે?’ તેની રોંગ બિલિફ છે. ‘હું ચંદુલાલ છું’ ની આ રોંગ બિલિફે પ્રકૃતિને ઊભી કરી છે. પ્રસ્તુત પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીની જુદાં જુદાં પાસા પર જેવા કે પ્રજ્ઞા, રાગ-દ્વેષ, ગમો-અણગમો, વીતરાગતા, જ્ઞાન-અજ્ઞાન, દર્શન અને આવા અનેક આત્મજ્ઞાન સંબંધી પાસાઓની વાતો (સત્સંગ)પ્રકાશિત થયેલ છે. આ પુસ્તક પ્રકૃતિ અને આત્મા નાં સાયન્સ બાબતમાં જાગૃત કરનાર છે.
Aptavani Part 2: આપ્તવાણી - ૨
by Dada Bhagwanમોક્ષનો રસ્તો બધા માટે ખુલ્લો છે. તેને શોધવાની જરૂર છે. ‘જેને છૂટવું છે તેને કોઈ બાંધી શકતું નથી અને જેને બંધાવું છે તેને કોઈ છોડાવી શકતું નથી’.—પરમ પૂજ્ય દાદાશ્રી પોતે શેનાથી બંધાયો છે? પોતે અજ્ઞાનથી બંધાયો છે અને જ્ઞાન ( આત્મજ્ઞાન )થી મુક્તિ મેળવી શકે છે. બધા બંધનોનું મૂળ કારણ અજ્ઞાન છે. આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીના આધ્યાત્મિક વિચારો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, સાદી અને સરળ રીતે ચર્ચવામાં આવ્યા છે. તેમણે આ જગતની વાસ્તવિકતા, સાંસારિક મોહ અને તેના પરિણામો, ધર્મના પ્રકાર (રીયલ અને રીલેટીવ ધર્મો ), તપના પ્રકાર ( આંતર અને બાહ્ય તપ ), યોગના પ્રકાર (જ્ઞાન અને અજ્ઞાન યોગ ), સંજોગોના પ્રકાર ( સ્થૂળ અને સુક્ષ્મ ), મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના કાર્યોની ચર્ચા કરી છે. પરમ પૂજ્ય દાદાશ્રીનું આવું જ્ઞાન વાચકને અજ્ઞાન દૂર કરી, મુક્તિના પંથે આગળ વધવામાં મદદ કરશે. આ જ્ઞાનનું પુસ્તક એ કોઈ ધર્મનું પુસ્તક નથી; એ વ્યવહારુ આધ્યાત્મ વિજ્ઞાનનું પુસ્તક છે. તે આધ્યાત્મ ઇચ્છુક(મુમુક્ષુઓ), દાર્શનિકો, વિચારકો, અને ખરેખરા શોધકને અત્યંત ઉપયોગી છે.
Aptavani Part 3: આપ્તવાણી - ૩
by Dada Bhagwanલોકોને જીવનમાં સંખ્યાબંધ ધ્યેયો અને મહત્વાકાંક્ષાઓ હોય છે. છતાંપણ, આપણામાંના મોટા ભાગના લોકો “ હું કોણ છું ?” સવાલનો જવાબ આપવામાં અસમર્થ છે. અનંતકાળથી લોકો જીવનમાં ભૌતિક ચીજો પાછળ પડેલા છે. છતાંપણ, એક ખરા જ્ઞાની પુરુષ આત્મસાક્ષાત્કારનો ખરો રસ્તો બતાવશે અને સંસારિક બંધનોથી મુક્ત થવામાં મદદ કરશે. આ પુસ્તકમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્મા અને તેના ગુણધર્મો અને (આત્માના) પોતાના જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ શું છે? સ્વસત્તા (બહારના સંજોગો પર આધારિત ન હોય) પરસત્તા ( બહારના સંજોગો પર આધારિત ) સ્વપરિણામ (રીલેટીવ સ્વરૂપના જ્ઞાતા દ્રષ્ટા ) અને પરપરિણામ (પોતાને કર્તા જાણીને), વ્યવહાર આત્મા અને નિશ્ચય આત્મા અને બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે. પુસ્તકના બીજા ભાગમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ અથડામણ વગર જીવન કેમ જીવવું, રાઇટ બિલીફથી કઈ રીતે દુઃખ નથી રહેતું, અને કુટુંબને લગતા મુદ્દાઓ, જેવા કે છોકરાઓ સાથેનો વ્યવહાર, સામાને સુધારવા કરતાં જાતે સુધરવું, એડજસ્ટમેન્ટ લેવા, રીલેટીવ બાબતમાં ઉપલક રહેવું, કુટુંબના સભ્યોને જુદા જુદા વ્યક્તિઓ સાથે, મહેમાનો સાથે, ઉપરીઓ સાથે, સંબંધોમાં સ્વાભાવિકતા રાખવી વગેરે માટે ચાવીઓ આપી છે. આ પુસ્તકનું વાંચન આપણા જીવનમાં પરમ આનંદ અને શાંતિ મેળવવામાં ઘણું ઉપયોગી થશે.
Aptavani Part 4: આપ્તવાણી - ૪
by Dada Bhagwanતમે આત્મા છો, અને આત્મા આખા વિશ્વનો પ્રકાશક છે. આત્મા તરીકે ‘પોતા’નામાં અનંત શક્તિ છે. અને છતાંપણ, બધી નિસહાયતા, દુઃખ, દર્દ, અસલામતી, ‘પોતે’ અનુભવે છે. આ કેટલું વિરોધાભાસી છે! એનું શું કારણ છે? ‘પોતાને’ ‘પોતાના’ સ્વરૂપ, શક્તિ, સત્તાનું ભાન નથી. એકવાર ‘પોતે’ જાગૃત થશ, તો આખા બ્રહ્માંડની માલિકીનું ભાન થશે. સામાન્ય રીતે જગત જેને જાગૃત કહે છે,તેને જ્ઞાનીઓ ઉંધે છે એમ કહે છે. આખું જગત ભાવ નિદ્રામાં પડ્યું છે. આ ભવમાં અને હવે પછીના ભવમાં શું ફાયદાકારક છે અને શું નુકશાનકારક છે તેની અજાગૃતિ; ક્રોધ, અહંકાર, કપટ, લોભ, મતભેદ, ચિંતા આ બધા ભાવ નિદ્રાને કારણે, સતત થયા કરે છે. “ હું જાગૃત છું” એ જાગૃતિ ફક્ત જડની છે. આત્મા તેનાથી સંપૂર્ણ જુદો છે. જે આત્માનું વિજ્ઞાન જાણે છે તે ભવચક્રથી મુક્ત થાય છે (જીવનમુક્ત). આ પ્રકાશનમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્મા જાગૃત કેમ કરવો, ધ્યાન, નિયતિ અને મુક્તિ, ધિક્કાર અને તિરસ્કાર, આત્માનો સંસારી ધર્મ, મુક્તિનો ધ્યેય, કર્મનું વિજ્ઞાન વગેરે વિષે પોતાનું જ્ઞાન ખુલ્લું કર્યું છે. જેઓ આત્માનો ખરો અર્થ શોધી રહ્યા છે તેમને આવું વાંચન જાગૃતિ વધારી અને મુક્તિના માર્ગે આગળ લઇ જશે.
Aptavani Part 5 and 6: આપ્તવાણી - ૫ અને ૬
by Dada Bhagwanજીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગોમાં કષાયો સૂક્ષ્મપણે કઈ રીતે કાર્ય કરી જાય છે, તેનો વિસ્ફોટ જો કોઈએ આ કળિકાળમાં કર્યો હોય તો એ એક આ 'અક્રમ વિજ્ઞાની' પરમકૃપાળુશ્રી દાદાશ્રીએ ! એમના થકી પ્રકટ થયેલા 'અક્રમ વિજ્ઞાન'માં આત્મા, અનાત્મા, આત્મા-અનાત્મા સંબંધિત જ્ઞાન તેમજ વિશ્વકર્તા, જગતનિયંતા જેવા જેવા ગુહ્ય વિજ્ઞાનોનું પ્રાકટ્ય તો છે જ, કિંતુ પ્રસ્તુત ગ્રંથમાં સર્વગ્રાહ્ય તેમ જ પ્રત્યક્ષ જીવનમાં અનુભવગમ્ય બની રહે તેવું ગુપ્ત વ્યવહાર-જ્ઞાન પ્રકાશમાન થાય તે લક્ષ લક્ષિત થયું છે. વાત્સલ્યમૂર્તિ પૂ. દાદાશ્રીની વાણી પ્રવચન, વ્યાખ્યાન કે ઉપદેશાત્મકપણે વહેતી નથી. જિજ્ઞાસુ, મુમુક્ષુ કે વિચારકોનાં હ્રદયમાંથી વાસ્તવિક જીવનપ્રશ્નોના સ્ફુરણનું સર્વ રીતે સમાધાનયુક્ત નીકળ તી 'ટેપ'માંનું 'વિજ્ઞાન' છે ! આપણામાંના મોટા ભાગનાં લોકો હમેશાં એક સમસ્યા નો સામનો કરી રહ્યા છે; જેમાં એકબાજુ સાંસારિક વ્યવહારમાં દરેક ક્ષણે બહારના પ્રશ્નો ઉભા હોય છે અને બીજીબાજુ આંતરિક સંઘર્ષો માં સપડાયેલા હોઈએ છીએ અને તે એકલે હાથે હલ કરવાના હોય છે. આપણે જોઈએ છીએ કે ક્યારેક આપણી વાણીએ પ્રશ્નો ઉભા કર્યા હોય છે, અથવા આપણને કોઈએ કશું કહ્યું તેથી આપણે દુઃખી થઈએ છીએ અથવા આપણે બીજાનું બુરું વિચારીએ છીએ અથવા આપણને લાગે છે કે આપણી સાથે અન્યાય થયો છે અથવા આપણે પોતે અંદરથી શાંતિ નથી અનુભવતા. સંસારિક જીવન નો વ્યવહાર એ સમસ્યાઓનું સંગ્રહસ્થાન છે. એક સમસ્યાનો નિવેડો આવે કે પાછળ બીજી ઉભી થાય છે. શા માટે આપણને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે? શા માટે આપણે અનંત જન્મો થી ભટક્યા કરીએ છીએ? અટકણના કારણે! હકીકતમાં, પોતાની પાસે આત્મા નો પરમઆનંદ તો હતો જ, પરંતુ પોતે દૈહિક સુખોની અટકણમાં ડૂબી ગયો હતો. આ અટકણ જ્ઞાનીપુરુષની કૃપા થી અને ત્યારબાદ પોતાના પરાક્રમ થી તૂટી શકે. એક વખત તમને આત્મજ્ઞાન થશે, તો જગત શમી જશે. આ જગત બીજા ની વ્યર્થ ચર્ચામાં વેડફી નાખવા માટે નથી. આ જગત જેમ છે તેમ છે. તેમાં તમારે, ‘પોતા’ની, સેફ સાઈડ શોધવાની છે. તો ચાલો આપણે ડૂબકી લગાવીએ અને જાણીએ કે આ અક્રમ વિજ્ઞાન કઈ રીતે બંધન, કર્મો, વાણી, પ્રતિક્રમણ, કુદરત ના કાયદા, વગેરેનું વિજ્ઞાન સમજવામાં ઉપયોગી છે જેનાથી બધા સંસારિક સમસ્યાઓના વાવાઝોડા સામે ટકી રહેવું સરળ બને છે.
Aptavani Part 7: આપ્તવાણી - ૭
by Dada Bhagwanપ્રસ્તુત ગ્રંથ આપ્તવાણી ૭માં પરમ પૂજ્ય દાદાશ્રીની જીવનવ્યવહાર સંબંધી વાતચીત અને પ્રશ્નોત્તરી રૂપી વાણી નું સંકલન કરવામાં આવ્યું છે. જ્ઞાની પુરુષ જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગોને પણ અસાધારણ દ્રષ્ટિ અને સમજણથી જુએ છે. આવા પ્રસંગો સુજ્ઞ વાચકને જીવનવ્યવહારમાં એક નવી જ દ્રષ્ટિ અને નવી જ વિચારશ્રેણી આપે છે. જે મુદ્દાઓ પર અહીં વર્ણન કરેલ છે તેમાંના કેટલાક આપણને વિચલિત કરી દે છે જેવા કે- જંજાળી જીવનમાં જાગૃતિ, લક્ષ્મીનું ચિંતવન , ગૂંચવાડામાં કેવીરીતે શાંતિપૂર્ણ રીતે રહી શકાય?, ટાળો કંટાળો, ચિંતાથી મુક્તિ, ભય પર કેવીરીતે વિજય મેળવવો?, કઢાપો-અજંપો, ફરિયાદો, જીવનની અંતિમ પળોમાં શું બને છે?, ક્રોધ કષાય, અતિ ગંભીર બિમારીમાં કેવીરીતે સમતા રાખવી?, પાપ-પુણ્યની પરિભાષા, ધંધા/ઓફીસમાં રોજબરોજની સમસ્યાઓનો અને આવી બીજી ઘણી જીવનમાં આવતી મુશ્કેલીઓનો કેવીરીતે નિકાલ કરવો. પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ જ્ઞાની પુરુષની એ હૃદયસ્પર્શી વાણીનું સંકલન કરવામાં આવ્યું છે કે જેમાં આવાં થોડાક પ્રસંગોને વિગતવાર પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેથી પ્રત્યેક સુજ્ઞ વાચકને પોતાના જીવન વ્યવહારમાં એક નવી જ દ્રષ્ટિ, નવાં જ દર્શનની (સમજણ ની)તેમજ વિચારક દશાની નવી જ કડીઓ ખુલ્લી થવામાં મદદરૂપ થાય તેવો અંતર-આશય છે.
Aptavani Part 8: આપ્તવાણી શ્રેણી - ૮
by Dada Bhagwanપ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ પ્રત્યક્ષ અક્રમવિજ્ઞાનનાં જ્ઞાની પુરુષ કે જેઓ પરમ પૂજ્ય દાદાશ્રી તરીકે ઓળખાય છે તેમનાં સ્વમુખેથી વહેલું આત્મતત્વ, તેમ જ અન્ય તત્વો સંબંધી વાસ્તવિક દર્શન ખુલ્લું થાય છે. લોકોને ઘણાં પ્રશ્નો સતાવે છે જેવા કે, ‘હું કોણ છું?, જાણવું કઈ રીતે?’ ‘પોતાના સ્વરૂપની ઓળખાણ કેવી રીતે મેળવી શકું?’, ‘ આત્મ સાક્ષાત્કાર કઈ રીતે પામવો?’ જન્મ-મરણ શું છે? કર્મ શું છે? આત્માના અસ્તિત્વની આશંકાથી માંડીને આત્મા શું હશે, કેવો હશે? શું કરતો હશે? જેવા સેંકડો પ્રશ્નોનાં વૈજ્ઞાનિક સમાધાન પરમ પૂજ્ય દાદાશ્રીએ અત્રે અગોપ્યાં છે. તમામ શાસ્ત્રોનો, સાધકોનો, સાધનાઓનો સાર એક જ છે કે પોતાના આત્માનું ભાન, જ્ઞાન કરી લેવું. ‘મૂળ આત્મા’, તો શુધ્ધ જ છે માત્ર ‘પોતાને’ જે રોંગ ‘બિલિફ’ બેસી ગઈ છે તે પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ પાસે આંટી ઊકલી જાય છે. જે કોટી ભવે ન થાય તે ‘જ્ઞાની’ પાસેથી અંતઃમુહૂર્તમાં પ્રાપ્ત થાય તેમ છે ! આખા ગ્રંથનું સંકલન બે વિભાગમાં વિભાજિત થાય છે. પૂર્વાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્માનું સ્વરૂપ, જ્યારે ઉત્તરાર્ધમાં આત્મ સાક્ષાત્કાર કઈ રીતે પામવો, તે મોક્ષમાર્ગ ખુલ્લો કર્યો છેપ્રસ્તુત સંકલન આત્મા અને મુકિતનાં શોધક મુમુક્ષુઓ માટે આત્માસંબંધી વાસ્તવિક સમજણ આપીને મોક્ષમાર્ગ ના દરવાજા ખુલ્લાં કરે છે.
Aptavani Part 9: આપ્તવાણી શ્રેણી ૯
by Dada Bhagwanમોક્ષમાર્ગ એટલે મુકિતનો માર્ગ, સંસારી બંધનોથી મુક્ત થવાનો માર્ગ. પરંતુ આ માર્ગમાં આપણને આત્યંતિક મુકિત થવામાં, મોક્ષે જતાં કોણ રોકે છે? મુકિતનાં સાધન માનીને સાધક જે જે કરે છે, એનાથી એને મુક્તિ અનુભવમાં આવતી નથી. કેટ કેટલાં સાધન કર્યા પછી પણ એનું બંધન તૂટતું નથી. એમાં કઈ ભૂલ રહી જાય છે? મોક્ષ માર્ગનાં બાધક-કારણો કયા ક્યા છે? જગતમાં લોકો જે દોષોથી બંધાયેલા છે એવા દોષો, તેમની દ્રષ્ટિમાં આવી શક્તા નથી. તેથી લોકો નિરંતર એવા પ્રકારના દોષોથી બંધાઈને, તે દોષોને પોષણ આપીને મોક્ષમાર્ગથી વિમુખ જ રહ્યા છે. પૂર્વેના જ્ઞાનીઓ કહી ગયા છે કે ક્રોધ-માન-માયા-લોભ, એનાથી બંધન છે. એ દોષો સંપૂર્ણપણે ખલાસ થયે મુકિત થાય. બધા દોષો ક્રોધ-માન-માયા-લોભમાં સમાય છે, પણ વ્યવહારમાં દોષો કેવા સ્વરૂપે ઉધાડા પડતા હોય છે, અને કેવા સ્વરૂપે થયા કરતા હોય છે? એ તો, જ્ઞાની પુરુષ ફોડ પાડે ત્યારે જ સમજાય. પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ જ્ઞાનાત્મસ્વરૂપ સંપૂજ્ય દાદાશ્રીની વાણીમાંથી પ્રગટ થયેલા મોક્ષમાર્ગના બાધક કારણોની સુંદર તલસ્પર્શી હૃદયભેદી છણાવટ મોક્ષમાર્ગીઓની સમક્ષ થઈ છે તે અત્રે સંકલિત થાય છે, જે સાધકને પ્રત્યેક પગથિયે પડવામાંથી ઉગારનારું નીવડશે.