- Table View
- List View
Samajshastra class 11 - GSTB: સમાજશાસ્ત્ર વર્ગ 11 - જીએસટીબી
by Gstbઆ પુસ્તક ધોરણ 11 નું સમાજશાસ્ત્ર વિષય નું પાઠ્યપુસ્તક છે .
Sangeet class 11 - GSTB: સંગીત ધોરણ 11 - જીએસટીબી
by Manubhai Shah Kamlesh Swami Shri Prajapati Shri Shinde Shri Rana Hemendra Bhojak Pragya Vaidya Shri Gandhi.આ પુસ્તકમાં અવનઘ વાદ્ય-તબલાનો પૂર્ણ પરિચય તથા તે વાઘોને કેવી રીતે વગાડવા તેની રીત, તેના વિવિધ ગુણો અને અલગ-અલગ માત્રાઓ અને બોલથી બનતા તાલ કેવી રીતે વાગે તેની સરળ અને શાસ્ત્રીય માહિતી આપી સમજાવવામાં આવ્યું છે. તબલાવાદનને સમજવા માટે લય, તાલ, સમ, ખાલી, કાયદા, ટુકડા, રેલા, પરન વગેરે પારિભાષિક શબ્દોનો પરિચય અહીં ઉદાહરણસહિત આપવામાં આવેલ છે
Sangeet class 9 - GSTB: સંગીત ધોરણ ૯ - જીએસટીબી
by Kamlesh Swami Manubhai Shah Hemendra Bhojk Shri Prajapati Shri Rana Geeta Trivedi Jay Shindeધોરણ ૯ સંગીત પાઠ્યપુસ્તક માં ૧૦ પાઠ આપેલ છે અને ૨ સ્વાધ્યાય આપેલ છે.
Sangeet class 10 - GSTB: ધોરણ ૧૦ સંગીત - જીએસટીબી
by Hemendra Bhojak Manubhai Shah Jay Shideસૈદ્ધાંતિક વિભાગ માં ૯ પાઠ આપેલ છે.જેમાં પારિભાષિક શબ્દો,મૂળભૂત શબ્દોની સમજૂતી,રાગોની શાસ્ત્રીય માહિતી,તાલજ્ઞાન,છંદ, વાદ્યપ્રકાર અને ભારતીય સંગીત શૈલી,ભારતીય સંગીતની ઉત્પત્તિ અને સુગમ સંગીત,જીવનચરિત્ર,જીવન અને શિક્ષણમાં સંગીત,પ્રસિદ્ધ સંગીતકારો વગેરે પાઠ આપેલ છે.
Sankshipt Atmakatha Gandhiji
by Mahatma Gandhiગાંધીજીની આત્મકથા ‘સત્ય ના પ્રયોગો' એ વિશ્વમાં સૌથી વધુ વેચાયેલ અને વંચાયેલ આત્મકથાઓમાંની એક છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધીમાં છ લાખ થી વધુ નકલો વેચાઇ ચુકી છે. તદુપરાંત અંગ્રેજી અને હિન્દી સહિત તેર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તક ગાંધી-વિચાર સમજવામાં પાયાના પત્થર જેવું કામ કરે છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા તેની ઇ-બુક ડિસ્કાઉંટ સાથે ઇ-શબ્દ પર...
Sankshipta Smaran Yatra
by Kakasaheb Kalelkarઆ ચોપડી વાંચીને મારા બાળમિત્રોને આનંદ થાય તો મને પૂરતો સંતોષ છે. પણ મારી અપેક્ષા એ છે કે બાળવાચકો જેમ જેમ આ પ્રકરણો વાંચતાં જાય તેમ તેમ પોતાના જીવનમાંના આવા જ અથવા બીજા રસિક પ્રસંગો યાદ કરીને લખતા જાય અને શિક્ષકોની સહેજસાજ મદદ લઈને માસિકોમાં છાપવા માટે મોકલતા જાય. આપણે ત્યાં બાળકો માટે લખેલું સાહિત્ય વધતું જાય છે, બાળકોએ જાતે લખેલું સાહિત્ય હજી પ્રગટ થતું નથી.
Sanskrit Semester 1 class 7 - GSTB: સંસ્કૃત સેમેસ્ટર 1 વર્ગ 7 - જીએસટીબી
by Gstbઆ પુસ્તક ધોરણ નું ૭ સંસ્કૃત (સેમિસ્ટર ૧) વિષય નું પાઠ્યપુસ્તક છે .
Sant Kabir
by Shri Chandkant M. Mehta Jayantilal Manilal Mehtaસંત કબીર એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું ચૌદમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Sardar Ni Anubhav Vani
by Mukulbhai Kalarthiસરદારશ્રીના વ્યક્તિત્વનું સાચું દર્શન કરવું હોય તો એમની એ અનુભવપૂત વાણીમાં વ્યક્ત થતા જીવનપ્રેરક સત્યનો પરિચય કરવો જ રહ્યો. આ દૃષ્ટિને લક્ષમાં રાખીને પ્રસ્તુત પુસ્તિકામાં એ અનુભવ-વાણીને તારવીને સમયના ક્રમ અનુસાર ગોઠવીને આપવા નમ્ર પ્રયત્ન કર્યો છે.
Sardar Patel - Ek Samarpit Jivan
by Raj Mohan Gandhiવિશાળ સંદર્ભમાં જોઈએ તો ગાંધી, નેહરુ અને પટેલના પ્રયાસોના કારણે આઝાદ ભારત સ્થપાયું અને શક્તિવંત બન્યું. ગાંધીની બાબતમાં ફરજ અદા કરવા પૂરતો અને નેહરુની બાબતમાં પૂરતા પ્રમાણમાં આ હકીકતોનો સ્વીકાર કરી લેવામાં આવે છે, પણ સરદાર પટેલને આ સ્વીકૃતિ અતિશય મર્યાદિત પ્રમાણમાં મળી છે. સંઘપ્રમુખ રાજેન્દ્રપ્રસાદે સન 1959ના મે માસની 13 તારીખે પોતાની ડાયરીમાં નોંધ્યું છે તેમ “જેના વિશે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં છે, તેનો યશ સરદાર પટેલની મુત્સદ્દીગીરી અને સુદૃઢ વહીવટી કુનેહને ફાળે જાય છે.” રાજેન્દ્રપ્રસાદે ઉમેર્યું છે “તેમ છતાં આ બાબતમાં આપણે તેમની ઉપેક્ષા કરી રહ્યા છીએ.” આધુનિક ભારતના એક અતિશય નોંધપાત્ર સુપુત્રના જીવન પર પાથરવામાં આવેલો આ ઢાંકપિછોડો ત્યાર પછીના કાળમાં પણ ક્યારેક જ અને અપૂરતા પ્રમાણમાં ઉઠાવાયો છે. આ પડદો સંપૂર્ણત: ઉઠાવી લેવો અને સરદાર પટેલનું જીવન આજની પેઢીની નજરમાં આણવું તે સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. સરદારની કથા પૂર્ણ માનવીની કથા નથી. સરદાર પટેલની મર્યાદાઓ છુપાવી રાખવાની મારી ઇચ્છા નથી અને મેં આવો પ્રયાસ પણ કર્યો નથી. સરદાર પટેલના જીવન અંગે જાણકારી મેળવ્યા પછી થોડાઘણા ખરા લોકોને સમજ પડશે કે સંજોગો સારા હોય ત્યારે, સરદાર પટેલને અહોભાવથી યાદ કરવા જોઈએ અને જમાનો બારીક અને દુ:ખદાયી હોય ત્યારે ભારતની તાકાતના ઉદાહરણરૂપે તેમની યાદ તાજી કરવી પડશે. આઝાદ ભારતના પહેલા વડા પ્રધાનની પસંદગી કરવાની ક્ષણે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને અન્યાય કર્યો હતો કે નહીં તે ચર્ચા અવારનવાર ઉપાડવામાં આવે છે. આ બાબતમાં મારું સંશોધન મેં આ ગ્રંથમાં રજૂ કરેલું છે. મહાત્માજીએ આ બાબતમાં સરદાર જોડે અન્યાય કર્યો છે, તેવું કેટલાક લોકોનું પ્રતિપાદન આ ગ્રંથ લખવા માટે મને પ્રેરણા આપનાર પરિબળોમાંનું એક મહત્ત્વનું તત્ત્વ છે. આવો અન્યાય થયો હોય તો મહાત્માના પૌત્ર તરીકે તેનું થોડું વળતર ચૂકવી દેવાનું વાજબી ગણાય. આ ઉપરાંત પોતાના રાષ્ટ્રના ઘડવૈયા પ્રત્યેનું નાગરિક ઋણ ચૂકવવાનો પણ મેં પ્રયાસ કર્યો છે.
Sarvagi Siksana (Saririka, Siksana, Sangita ane Citrakala) class 6 - GSTB: સર્વાગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) ધોરણ ૬ - જીએસટીબી
by Gstbપ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૬ ના સર્વાગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) વિષયનું છે. જેમાં ૩૮ પ્રકરણ આપેલ છે.
Sarvangi Shikshan class 7 - GSTB: સર્વાગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) ધોરણ 7 - જીએસટીબી
by Gstbધોરણ 7 સર્વાગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) વિષયનું પાઠ્યપુસ્તક છે જેમાં 38 પ્રકરણ આપેલ છે.
Sarvangi Shikshan class 8 - GSTB: સર્વાંગી શિક્ષણ ધોરણ ૮ - GSTB
by Gstbપ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૮ નું સર્વાંગી શિક્ષણ વિષયનું છે જે ત્રણ વિભાગ માં છે શારીરિક શિક્ષણ, સંગીત, ચિત્રકલા જેમાં કુલ ૪૨ પ્રકરણ છે.
Sarvodaya
by M. K. Gandhiસૉક્રેટિસે માણસને શું કરવું ઘટે છે તેનું થોડુંક દર્શન કરાવ્યું. તેણે જેવું કહ્યું તેવું જ કર્યું. તેના વિચારોનું લંબાણ એ રસ્કિનના વિચારો છે એમ કહી શકાય છે. સૉક્રેટિસના વિચારો પ્રમાણે ચાલવા ઇચ્છનાર માણસે જુદા જુદા ધંધામાં કેમ વર્તવું જોઈએ તે રસ્કિને આબેહૂબ રીતે બતાવી આપ્યું છે. તેના લખાણનો અમે જે સાર આપીએ છીએ તે તરજુમો નથી. તરજુમો આપતાં, કેટલાક બાઇબલ વગેરેમાંથી આપેલા દાખલાઓ વાંચનાર ન સમજી શકે એવો સંભવ છે. તેથી અમે રસ્કિનના લખાણનો સાર જ આપ્યો છે. તે પુસ્તકના નામનો પણ અમે અર્થ નથી આપ્યો, કેમ કે તે જેણે અંગ્રેજીમાં બાઇબલ વાંચ્યું હોય તે જ સમજી શકે. પણ પુસ્તક લખવાનો હેતુ સર્વનું કલ્યાણ—સર્વનો ઉદય (માત્ર વધારેનો નહીં)—એવો હોવાથી અમે આ લખાણને ‘સર્વોદય’ એવું નામ આપ્યું છે.
Sati Savitri
by Shreepad Joshiઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Satya Asatya Na Rahasyo: સત્ય અસત્યના રહસ્યો
by Dada Bhagwanઘણા લોકો શું સાચું છે અને શું નથી, શું ખરું છે અને શું ખોટું છે તે સમજવા મથે છે. શું ખરું છે અને શું ખોટું છે એનો ફરક સમજવામાં સતત મુંઝવણ થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી, જ્ઞાની પુરુષના કહેવા પ્રમાણે સંસારમાં ત્રણ જાતના સત્ય છે. એક ત્રિકાળ સત્ય બીજું રીલેટીવ સત્ય અને ત્રીજું અસત્ય. આ પુસ્તકમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ ત્રિકાળ સત્ય અને રીલેટીવ સત્યના અર્થની ચર્ચા કરી છે. ત્રિકાળ સત્ય, જેનો ક્યારેય નાશ થતો નથી; તે અનંત છે. તે આત્મા માટે છે. તમે શુદ્ધાત્મા છો તેનું ભાન થવું તે ત્રિકાળ સત્ય (સત્) છે. આ અંતિમ સત્ય છે. રીલેટીવ સત્ય એ લોકોનું માનેલું કે ઠરાવેલું સત્ય છે; જે એક વ્યક્તિના દ્રષ્ટિકોણથી સત્ય છે તે બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણથી સત્ય ન પણ હોય. રીલેટીવ સત્ય વ્યક્તિએ, વ્યક્તિએ બદલાઈ શકે. રીલેટીવ સત્ય એ રીલેટીવ જગત માં પ્રગતિ કરવા માટે મદદ કરી શકે, પરંતુ રીયલ પ્રગતિ માટે પરમ સત્ય જરૂરી છે. આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીના પરમ અને રીલેટીવ સત્યના સત્સંગો વાંચો અને સત્ય, અસત્ય અને સત્ નાં સ્વરૂપ વિષેની તમારી મુંઝવણ દૂર કરો. આવી સમજણ મુક્તિના પંથે આગળ વધવામાં મદદ કરશે.
Satya Ej Ishwar Chhe
by Mahatma Gandhiપોતાના જીવનનાં પુખ્તમાં પુખ્ત ગણાય એવાં ત્રીસ વરસના ગાળા દરમ્યાન વિવિધ પ્રસંગોએ ગાંધીજીને પોતાના હૃદયમાંથી સચોટ રીતે બોલતા અગર લખતા આ પુસ્તકમાં વાચક જોશે. અનેક મોટી મોટી સિદ્ધિઓ મેળવનાર એક આધુનિક જમાનાના પુરુષે ઈશ્વર તેમ જ ધર્મના વિષયમાં જે કંઈ વિચાર્યું તે બધું આજના કપરા કાળમાં ભણેલાંગણેલાં સ્ત્રીપુરુષોને પોતાની કેળવણીને માટે ઉપયોગી થયા વિના નહીં રહે... આપણા રાષ્ટ્રપિતા કેવા પ્રકારના પુરુષવિશેષ હતા તે સમજવા માગનારે આ પુસ્તક વાંચવું જાઈએ. આપણાં શાસ્ત્રોમાં અથવા બીજા ધર્મગ્રંથોમાં નવ હોય એવું ધર્મ વિશેનું કંઈ પણ શીકવાની કોઈને ઈચ્છા ન હોય એમ બને. પણ જેમને ચાહતા હતા અને આપણું રાષ્ટ્ર જેમનું ઋણી છે એવા અને વિરલ મહાપુરુષના માનસના એક પાસાનું આપણને અહીં દર્શન થાય છે.
Satyagrahashram no Itihas
by Gandhijiસત્યાગ્રહાશ્રમ એ આધુનિક ભારતનો એક અદ્ભુત ધાર્મિક-સામાજિક પ્રયોગ છે. રાજનીતિ અને અર્થનીતિ બંનેમાં ક્રાંતિ કરનારો છે. એનું સાચું અને વિગતવાર બયાન દુનિયા આગળ આવવું જ જોઈએ.
Satyana Prayogo athva Atmakatha
by Mahatma Gandhiગાંધીજીની આત્મકથા 'સત્ય ના પ્રયોગો' એ વિશ્વમાં સૌથી વધુ વેચાયેલ અને વંચાયેલ આત્મકથાઓમાંની એક છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધીમાં છ લાખ થી વધુ નકલો વેચાઇ ચુકી છે. તદુપરાંત અંગ્રેજી અને હિન્દી સહિત તેર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તક ગાંધી-વિચાર સમજવામાં પાયાના પત્થર જેવું કામ કરે છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા તેની ઇ-બુક ડિસ્કાઉંટ સાથે ઇ-શબ્દ પર...
SECD – 02 Samvednatmak Divyangtano Parichay - Badhirandhta – 5 - BAOU: સંવેદનાત્મક દિવ્યાંગતાનો પરિચય બધિરાંધતા - 5
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.
SECD - 01 Samllit Shikshan - Abhayaskram Ane Shikshan Vyuhrachnao - 3 BAOU: સંમિલિત શિક્ષણ અભ્યાસક્રમ અને શિક્ષણ વ્યૂહરચનાઓ - 3
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.
SECD - 01 Samllit Shikshan - Samllit Shikshanno Prichay - 1 , Samllit Shikshanni nitio ane Malkhagat Suvidhao - 2 BAOU: સંમિલિત શિક્ષણ સંમિલિત શિક્ષણનો પરિચય - 1 સંમિલિત શિક્ષણની નીતિઓ અને માળખાગત સુવિધાઓ - 2
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.
SECD - 01 Samllit Shikshan - Sammilit Shaikshanik Suchnao - 4, Sammilit Shikshan mate Smathan ane sahyog - 5 BAOU: સંમિલિત શિક્ષણ સંમિલિત શૈક્ષિણક સૂચનાઓ – 4 સંમિલિત શિક્ષણ માટે સમર્થન અને સહયોગ - 5
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.