- Table View
- List View
Kranti ke Utkranti
by Gopaldas Patelફ્રેંચ ક્રાંતિએ ઘણી જૂની સડેલી વસ્તુઓ મિટાવી દીધી; પણ વેર-ઈર્ષ્યામાંથી પ્રગટેલા તેના જુવાળમાં સામાન્ય માનવતાના કેટલાક સામાજિક સદઅંશોનો પણ ધ્વંસ થશે કે શું, એવો ભય સમકાલીનોને તેમ જ પછીના વિચારકોને લાગ્યો હતો. વિકટર હયુગોએ, 'ક્રાંતિ બસ નથી, તેનું લક્ષ્ય ઉત્ક્રાંતિ હોવું જોઈએ,' – એ મુદ્દા ઉપર જ આ રોમાંચક નવલકથા લખી છે. એ ઉત્ક્રાંતિનો તાંતણો ક્રાંતિના ઘમસાણમાંથી આગળ તારવી આપવા નવલકથાનો નાયક – બત્રીસલક્ષણો ગોવેં – આત્મબલિદાન આપે છે
Krodh: ક્રોધ
by Dada Bhagwanજયારે પોતાના ધાર્યા પ્રમાણે નથી થતું, અથવા જયારે સામી વ્યક્તિ પોતાને સમજતી નથી, અથવા જયારે દ્રષ્ટિકોણમાં ફરક હોય ત્યારે મોટાભાગે પોતાને ક્રોધ આવે છે. ઘણીવાર આપણને ખોટા માનવામાં આવે છે, જયારે આપણે પોતે સાચા છીએ એમ માનતા હોઈએ ત્યારે આપણને ક્રોધ આવે છે. આપણી પોતાની સમજણના આધારે આપણે પોતાને સાચા માનતા હોઈએ છીએ જયારે સામી વ્યક્તિ માને છે કે તે સાચી છે. મોટાભાગે જયારે આપણને સમજ નથી પડતી કે આગળ શું કરવું, આપણી પાસે દૂરદ્રષ્ટિ કે સૂઝ નથી હોતી ત્યારે આપણે ક્રોધિત થઈએ છીએ. જે લોકો આપણને સૌથી વધારે પ્રેમ કરે છે તેમની સાથેના સંબંધો ને જ આપણે નુકશાન પહોંચાડીએ છીએ. આપણે આપણા સંતાનોને બધા જ સુખચેન, સાથ, સલામતી આપવા માંગીએ છીએ પરંતુ આપણા ક્રોધથી સંતાનો પોતાના જ ઘરમાં ભયભીત રહે છે. ક્રોધિત લોકો સાથે કેમ વર્તવું? જયારે કોઈ યંત્ર બહુ ગરમ થઇ જાય, ત્યારે આપણે તેને થોડા સમય માટે એમજ છોડી દેવું જોઈએ તો તે ટુંક સમયમાં ઠંડું થઇ જશે. પરંતુ જો તમે તેને છેડતા રહેશો તો તમે દાઝશો. તમારા સંબધો અને ક્રોધની સમસ્યાના ઉકેલ માટે આગળ વાંચો.
Krushnayan: કૃષ્ણાયન: માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત
by Kajal Oza Vaidyaકૃષ્ણના જીવનની ત્રણ સ્રીઓ। રાધા, રુકિમણી અને દ્રૌપદી પ્રેયસી, પત્ની અને મિત્ર।... માણસ થઈને જીવી ગયેલો ઈશ્વર સાથે પોતાનો મનની વાત કરે છે। અંગ્રેજી, મરાઠી,હિન્દી ભાષામાં અનુવાદિત થયેલી અને ગુજરાતીમાં પાંચ વર્ષમાં અગિયાર આવૃત્તિ જીવી ચુકેલી ધબકતી નવલકથા.
Le Miserables Athava Daridra Narayana
by Victor Hugoવિક્ટર હ્યૂગોની શ્રેષ્ઠ કૃતિ ‘લે. મિઝેરાબ્લ’ની સ્વ. ગોપાળદાસ દ્વારા સંપાદિત પુસ્તકની પહેલી આવૃત્તિ 1964માં મણિભાઈ વાઘજીભાઈ પટેલે પ્રકાશિત કરી હતી. 1986માં આચાર્ય જે. બી. કૃપાલાની અને મગનભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ તરફથી તેની બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી હતી. વિશ્વસાહિત્યની આ અજોડ નવલકથા પુન:પ્રકાશિત કરતાં નવજીવન આનંદ અનુભવે છે.
Leeludi Dharti part 1: લીલુડી ધરતી ભાગ 1
by Chunilal Mandiaલીલુડી ધરતી સામાજિક નવલકથા ભાગ ૧ અને ૨ માં વહેચાયેલી છે અને ભાગ ૧ માં ૨૬ પ્રકરણો માં આપેલ છે.
Leeludi Dharti part 2: લીલુડી ધરતી ભાગ 2
by Chunilal Mandiaલીલુડી ધરતી સામાજિક નવલકથા ભાગ ૧ અને ૨ માં વહેચાયેલી છે અને ભાગ ૨ માં ૩૮ પ્રકરણો આવેલ છે
Luchcho Mitra
by Chandrakant Induઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Ma! Jaldi Kar
by Rukmini BanerjiA boy is getting late for his school. Discover it in this interesting story how he gets ready for school
Maa-Baap Chhokra No Vyavahar (Granth): મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ)
by Dada Bhagwanમા – બાપ અને છોકરા વચ્ચેનો સંબંધ એ પોતાના અસ્તિત્વની મૂળભૂત કડી છે. આપણા મહાન ભગવાનોને પણ મા – બાપ હતા જેમનો તેઓ આદર કરતા અને તેમને પૂજ્ય ગણતા. આજના જમાનામાં આ સંબંધ જટિલ થઇ રહ્યા છે. મા – બાપોને તેમના છોકરાઓ સામે ફરીયાદોની લાંબી યાદી છે, જેવી કે છોકરાઓ તેમની આજ્ઞા પાળતા નથી, મોડા ઉઠે છે, ભણતા નથી, તેમને ખોટી આદતો પડી છે, એકબીજા સાથે ઝગડે છે, વગેરે. છોકરાઓ મા – બાપની અપેક્ષાઓ પૂરી કરી શકતા નથી. તેવી જ રીતે છોકરાઓને લાગે છે કે મા – બાપ તેમને સમજવા માગતા નથી, વધારે પડતા કડક છે, વગેરે વગેરે. આ પુસ્તકમાં, જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીના, કુટુંબની અંદરના આ ઘનિષ્ટ સંબંધો વિષેના સત્સંગો આપવામાં આવ્યા છે. હાલની સમસ્યાઓને સંસારિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ચર્ચવામાં આવી છે. જૂની અને નવી પેઢી વચ્ચે વધતી તિરાડો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મા – બાપની ફરજો અને બાળકો, તરુણો, કિશોરો, અને યુવાન વયસ્કોની તેમના મા – બાપ પ્રત્યેની ફરજો, સ્પષ્ટતા અને કરુણાથી સમજાવવામાં આવી છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રેમ અને સ્નેહથી કેવી રીતે મા – બાપ છોકરાના આ સુંદર સંબંધમાં સુમેળ સાધી શકાય તે હેતુથી ‘હકારાત્મક બાલઉછેરનો પાયો નાખવામાં પહેલ કરી છે? આ પુસ્તકના બે વિભાગ પાડવામાં આવ્યા છે, પહેલાં વિભાગમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ મા – બાપની છોકરાં સાથેની સમસ્યા અને તેના ઉકેલની ચર્ચા કરી છે. બીજા ભાગમાં છોકરાંને મા – બાપ સાથેના વ્યવહાર માં આવતી મુશ્કેલીઓની ચર્ચા કરી છે. આ પુસ્તક મા – બાપ અને છોકરાં વચ્ચે સુમેળ સાધી, સંબંધો ઉષ્માભર્યા બનાવવામાં ખુબ જ મદદરૂપ થશે.
Maa Baap Chokarano Vyavahar (Sanxipt): મા બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)
by Dada Bhagwanજો તમે તમારા સંતાનોના મિત્ર થશો તો, માબાપ – સંતાનોના સંબંધો સુધરશે. પરંતુ જો તમે તમારો માબાપ તરીકેનો અધિકાર વાપરશો તો, તમારે સંતાન ગુમાવવાનો વખત આવશે. તમારી મિત્રતા એવી હોવી જોઈએ કે બાળકને પ્રેમ અને માર્ગદર્શન મેળવવા બહાર ન જવું પડે. સંતાન ભયાનક કાર્યો કરે ત્યારે પણ, જેઓ પોતાના સંતાનોની વર્તણુંક પ્રેમ અને સમજણથી ફેરવી શકે તે જ ખરા માબાપ છે. આ જગત ને ફક્ત પ્રેમથી જ જીતી શકાય. પ્રેમાળ કુટુંબ માટે, માબાપે પોતે નૈતિકતા કેળવવી જોઈએ. માબાપ તરફથી સંતાનો ને એવો પ્રેમ મળવો જોઈએ કે સંતાનોને તેમને છોડવાનું મન ન થાય. જો તમારે તમારા સંતાનને સુધારવું છે તો તેની જવાબદારી તમારા શિરે છે. તમે તમારા સંતાન પ્રત્યેની ફરજથી બંધાયેલા છો. કિશોરાવસ્થામાં સંતાનને ઉછેરવું એ કદાચ માબાપની કુશળતાની સૌથી મુશ્કેલ કસોટી હશે, જેને માટે તેઓ જરાપણ કેળવાયેલા નથી. આજના કિશોરની આંતરિક અવસ્થાની ઊંડી અને સંપૂર્ણ સમજણથી પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમને કેમ જીતવા તે આપણને બતાવ્યું છે. આ પુસ્તકથી પરમ પૂજ્ય દાદાશ્રી માબાપને, સંતાનો સાથે વર્તવામાં, તેમનામાં નૈતિકતા, શિસ્ત અને શિષ્ટાચાર લાવવામાં મદદ કરે છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ સંતાન માબાપના સંબંધો મજબુત બનાવવા અને માબાપની સેવા કરવી તે સૌથી મોટો ધર્મ છે તે બાબતોનું માર્ગદર્શન બાળકોને પણ આપ્યું છે.
Maani Mamata
by Sneh Agrawalઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Madhrate Aazadi
by Gopaldas Pateદેશ આઝાદ થવાની તૈયારીમાં હતો ત્યારની વર્ષ 1947ની—સ્વાતંત્ર્ય ચળવળ અને લૉર્ડ માઉન્ટબૅટનની ભારતના ગવર્નરજનરલ તરીકેની વરણીથી લઈને ગાંધીજીના અંતિમ સંસ્કાર સુધીના ખાસ્સા સંઘર્ષ પીડા—કરુણામય સમયને આવરીને બે ફ્રેન્ચ લેખકો લૅરી કોલિન્સ અને ડૉમિનિક લાપિયેરે લખેલા અંગ્રેજી પુસ્તક ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’નો ગોપાલદાસ પટેલે કરેલો સંક્ષિપ્ત અનુવાદ છે. હિંદુસ્તાનના ભાગલા, સ્વતંત્ર અને સાર્વભૌમ ભારત રાષ્ટ્રનો જન્મ અને ગાંધીજીની હત્યા સંબંધે સરેરાશ ભારતવાસીમાં જે માહિતી-સમજણ પ્રવર્તે છે, તેમાં ખાસ્સા સુધારાનો અવકાશ ધરાવતું આ પુસ્તક નવી પેઢી માટે ઇતિહાસને ખુલ્લા મને જોવા સમજવા માટેની દૃષ્ટિ ખીલવનારું બની રહેશે.
Madhyakalin Gujarati Sahityano Itihash Semester 4 - Kutch University Guidebook: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ સેમિસ્ટર 4 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક
by Kutch Universityઆ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.
Mahaprabhu Shrivallabhacharya
by Pradhyuman B Sastriમહાપ્રભુ શ્રીવલ્લભાચાર્ય એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું પંદરમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Maharshi Arvind
by Aniruddh Smartમહર્ષિ અરવિંદ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું બાવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Maharshi Dayanand
by Dilip Vedalakarમહર્ષિ દયાનંદ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું સત્તરમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Maharshi Vinoba Bhave
by Mira Bhattમહર્ષિ વિનોબા ભાવે એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું આઠમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Mahasweta Devini Shreshth Vartao: મહાશ્વેતા દેવીની શ્રેષ્ઠ વાર્તાઓ
by Chandrakant Mehtaઆ પ્રસ્તુત રચનામાં લેખક ચંદ્રકાંત મહેતા નવ વાર્તાઓની વાત કરે છે. આ સંગ્રહમાં માં લેખક પુરાણની કથાને,પૌરાણિક ચરિત્રો અને ઘટનાઓને વર્તમાનના પરિપ્રેક્ષ્યમાં પાછું લાવીને એનું પુનર્ઘટન કરે છે. એની પાછળનો હેતુ ભૂતકાળ અને વર્તમાન જે લોકકથાઓમાં એક અવિચ્છિન્ન ધારામાં પ્રવાહિત છે તે જણાવવાનો છે.આ સંગ્રહમાં કેન્દ્રમાં આદિવાસી લોકો ની વાત છે. નીચી જાતના લોકોની વાત કરવા માં આવી છે આ દેશમાં આર્થિક શોષણ ઘણા સમયથી ધાર્મિક સંસ્કારોની માયાજાળ ફેલાવીને એની આડશમાં રહીને સફળતાથી તીર માર્યા છે. આ વાર્તાઓમાં માં જે આદિવાસી સમાજ કે સંપ્રદાયનો પરિચય પ્રાપ્ત થાય છે.
Mahatma Gandhi
by Mira Bhattમહાત્મા ગાંધીજી એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું છઠ્ઠું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Mahotu (Short Stories): મહોતું
by Raam Mori'રામ મોરી'. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું એ બંને અલગ ઘટના છે. ‘મહોતું’ સંગ્રહની વાર્તાઓ તમે સમજી શકશો પણ એ કથાઓની અંદર ઘૂંટાયેલા ઘેરા વાસ્તવને સ્વીકારવું કદાચ તમારા માટે અઘરું થઈ પડશે. આ કથાઓમાં લોહીલુહાણ કરી મુકે એવું વાસ્તવ સમાજની સામે દાંતિયા કરીને ઉભું છે. 21મી સદીમાં પણ સ્ત્રીઓ કેવી વિષમ સ્થિતિમાં જીવે છે એ કરૂણતા અહીં મૂંગા રહીને પણ ગોકીરો મચાવે છે. અહીં ગ્રામ્ય, નગર અને મહાનગરની સ્ત્રીઓની એવી કથાઓ છે જે એવા ખૂણાઓની વાત કરે છે, એવી પીડાઓને પંપાળે છે જેની વાત હજી સુધી કદાચ થઈ જ નથી...એ બધી કથાઓમાંથી પસાર થતાં તમને અનુભવાશે કે સ્ત્રી માસ્ટર ગ્રેજ્યુએટ હોય કે પછી અંગૂઠાછાપ, અદ્યતન ટેક્નોલોજી વચ્ચે જીવતી હોય કે ડુંગરાની ટૂક પર રહેતી હોય, મેગામોલમાંથી શોપિંગ કરતી હોય કે ગુજરી બજારમાંથી હટાણું કરતી હોય, કિટ્ટી પાર્ટી કરતી હોય કે જીવંતીકા માતાના વ્રતના પારણા કરતી હોય એ બંને અવસ્થામાં જીવતી સ્ત્રી વચ્ચે કોઈ ભેદ છે જ નહીં..... સ્ત્રી એ માત્ર સ્ત્રી છે જેને કોઈ એક નામ નથી, કોઈ એક સંબંધ નથી, કોઈ ગોત્ર નથી કે કોઈ જાત નથી!
Mamtano Chamtkar
by Khalid Shaheebઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Manav Dharma: માનવધર્મ
by Dada Bhagwanદરેક માનવ, જીવન જીવે છે પરંતુ તેનામાં માનવતા કેટલી છે? જન્મ, ભણતર, નોકરી, લગ્ન, છોકરાઓ, કુટુંબ, અને અંતે મૃત્યુ! શું આ રીતે જીવન ચક્ર ચાલવા નું છે? આવા જીવનનો અંતિમ ધ્યેય શો છે? શા માટે આપણે જન્મ લેવો પડે છે? આપણને શું જોઈએ છે? મનુષ્યનું શરીર આપણને મળ્યું છે... તેણે મનુષ્યની ફરજો બજાવવાની છે. જીવનમાં માનવતા હોવી જોઈએ. પરંતુ માનવતા એટલે શું? જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી માનવતાની વ્યાખ્યા આપતા કહે છે કે જયારે કોઈ તમને દુઃખ આપે, તકલીફ આપે છે ત્યારે તમને તે ગમતું નથી, તેથી, તમારે પણ કોઈને દુઃખ આપવું ન જોઈએ. તેમના કહેવા પ્રમાણે એ જ સૌથી મોટી માનવતા છે. જે કોઈ આ સમજશે અને જીવનમાં ઉતારશે એનો અર્થ કે એ માનવતા શું છે તે જાણે છે. મનુષ્યભવ મળ્યો એટલે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં જઇ શકે છે. એક મનુષ્ય ગતિ છે અને બીજી ત્રણ - જાનવર ગતિ, દેવ ગતિ અને નરક ગતિ. જેવા કૉઝ હશે તેવા ફળ મળશે. જો આપણે માનવતા બતાવીશું, તો આપણને આવતા જન્મમાં માનવ શરીર મળશે. જો આપણે અમાનવ થઈશું તો આવતો જન્મ પશુના શરીરમાં મળશે, જો આપણે ખુબ જ ખરાબ અને અમાનવીય થઈશું તો આવતો જન્મ નરક ગતિમાં થશે. જો આપણે આપણું જીવન બીજાના ભલા માટે અને કોઈ અપેક્ષા વગર મદદ કરવામાં ગાળીશું તો આપણને દેવગતિ મળશે. જો લોકો માનવતા સમજશે તો માનવ ભવ સાર્થક કરશે એવા ઉમદા હેતુ સાથે પરમ પૂજ્ય દાદાશ્રીએ આ પુસ્તકમાં માનવતાની ચર્ચા કરી છે.
Mangal Prabhat
by M. K. Gandhiઆપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂતિર્ અને ધામિર્ક્તાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યુ એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી પણ અતિશયોક્તિ છે ખરી? - આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂતિર્ અને ધામિર્ક્તાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યુ એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી પણ અતિશયોક્તિ છે ખરી?
Manovignan (Apexit) class 12 - GSTB - Navneet: ધોરણ ૧૨ મનોવિજ્ઞાન અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે
by Navneet Ltdધોરણ ૧૨ મનોવિજ્ઞાન અપેક્ષિત પ્રશ્નસંગ્રહો માં ૧૯ પ્રશ્નસંગ્રહો આપેલ છે અને ૨ આદર્શ પ્રશ્નપત્ર આપેલ છે.