- Table View
- List View
Jagatna Itihas nu Sankshipt Rekha Darshan
by Jawaharlal Nehruછોકરાછોકરીઓ માત્ર એક જ દેશનો ઇતિહાસ શીખે, અને તેમાં પણ ઘણી વાર તો તેઓ કેટલીક તારીખો અને થોડી હકીકતો ગોખી કાઢે, એ મને જરાયે પસંદ નથી. ઇતિહાસ એ તો એક સળંગસૂત્ર અને અખંડ વસ્તુ છે; એટલે દુનિયાના ઇતર ભાગોમાં શું બન્યું હતું એનાથી માહિતગાર ન હોઈએ તો આપણે કોઈ એક દેશનો ઇતિહાસ પણ બરાબર ન સમજી શકીએ. હું ઉમેદ રાખું છું કે આમ સંકુચિત દૃષ્ટિથી કેવળ એકબે દેશ પૂરતો જ નહીં પણ આખી દુનિયાનું અવલોકન કરીને વ્યાપક દૃષ્ટિથી તું ઇતિહાસ શીખશે. તું હંમેશાં એટલું યાદ રાખજે કે, દુનિયાની જુદી જુદી પ્રજાઓમાં આપણે ધારી લઈએ છીએ તેટલી બધી ભિન્નતા કે તફાવત નથી. નકશાઓ કે નકશાપોથીઓ જુદા જુદા દેશોને આપણને ભિન્ન ભિન્ન રંગોમાં દર્શાવે છે. બેશક, પ્રજાઓ એકબીજીથી ભિન્ન છે ખરી, પણ તેમનામાં પરસ્પર સામ્ય પણ ઘણું જ છે. આ વસ્તુ આપણે બરાબર લક્ષમાં રાખવી જોઈએ અને નકશાઓના રંગોથી કે રાષ્ટ્રોની સરહદોથી ભોળવાઈ જવું જોઈએ નહીં.
Jeev Vigyan Part-2 class 10 - GSTB: જીવવિજ્ઞાન ભાગ-૨ ધોરણ 10
by Navneet Education Limitedપ્રસ્તુત પુસ્તક વિજ્ઞાન નવનીત - ધોરણ 10 - ભાગ - 2 - જીવવિજ્ઞાન (પર્યાવરણ વિજ્ઞાન સાથે)નું છે. જેમાં પ્રકરણ 6 થી 16 સુધી આપેલ છે.
Jeevan Shikshan - February 2021: જીવનશિક્ષણ – ફેબ્રુઆરી 2021
by Dr B. P. Chaudhary Shri S. Radadiaજીવનશિક્ષણ ફેબ્રુઆરી – 2021
Jeevan Shikshan - March 2021: જીવનશિક્ષણ – માર્ચ 2021
by Rajkot Dr. B. P. Chaudhary Patan Shri S Radadiaજીવનશિક્ષણ માર્ચ 2021
Jeevanshikshan – December 2020: જીવનશિક્ષણ ડિસેમ્બર – ૨૦૨૦
by Dr B. P. Chaudhary Shri S Radadiaજીવનશિક્ષણ ડિસેમ્બર 2020
Jeevanshikshan – January 2021: જીવનશિક્ષણ જાન્યુઆરી – ૨૦૨૧
by Gandhinagar Shri Indravadan V. Patel Gandhinagar Rajkot Dr. B. P. Chaudhary Patan Modiજીવનશિક્ષણ જાન્યુઆરી– ૨૦૨૧
Jeevanshikshan November - 2020: જીવનશિક્ષણ નવેમ્બર – ૨૦૨૦
by V. Patel Mr Yogesh K. Patel Dr Ct Tundia Shri Kalpesh Patel Dr Balwant Tejani Shri Pragya Radadia Dr B. P. Chaudhary Shri Sanjay Thacker Mr Hiren Vyasજીવનશિક્ષણ સપ્ટેમ્બર નવેમ્બર – ૨૦૨૦
Jeevanshikshan September-October - 2020: જીવનશિક્ષણ સપ્ટેમ્બર-ઓક્ટોમ્બર - ૨૦૨૦
by Shri Indravadan V. Patel Mr Yogesh K. Patel Dr Ct Tundia Shri Kalpesh Patel Dr Balwant Tejani Shri Pragya Radadia Rajkot Dr B. P. Chaudhary Shri Sanjay Thacker Mr Hiren Vyasજીવનશિક્ષણ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર ૨૦૨૦
Jivanno Utshav
by R. M. Lalaમાણસનું મન અમે શરીર સંયુક્ત રીતે કોઈ પણ પ્રકારના ગંભીર રોગની નકારાત્મક અસરનો પ્રતિકાર કરવાની પ્રચંડ શક્તિ ધરાવે છે. શ્રી લાલાનું આ પુસ્તક, મન અને શરીર ના સમન્વયના આવા અમુલ્ય ફાળાને શારીરિક તનાવ સમયે આપણે પણ અજમાવી શકીએ એ વાતની આપણને પ્રતીતિ કરાવે છે. જેઓ શારીરિક વેદના સહન કરી રહ્યા છે તેમને અને તેમના કુટુંબીજનોને આ પુસ્તક, જેની તેમને ખૂબ જરૂર છે તેવા વિશ્વાસ, શાતા અને રાહત આપશે એની મને ખાતરી છે.
Jivannu Parodh
by Prabhudas Chaganlal Gandhiમારા બન્ને પિતામહ— જેમણે ઘરમાં સદાયે સન્માર્ગને જ પોષ્યો, જેમણે સિત્યાસી વર્ષની ઉંમર સુધી ઉત્સાહી વિદ્યાર્થીનું જીવન ગુજાર્યું, અને જેઓ છેલ્લી પળ સુધી ભગવદ્ગીતાનું જ શ્રવણ-મનન કરતાં કરતાં શાંતિપૂર્વક પોતાનું ખોળિયું ઉતારી ગયા એ મોટા બાપુજીને; તથા જેમણે સદાયે સાચી કેળવણી આપવા પાછળ પોતાના પ્રાણ પાથર્યા, જેમને એંશી વર્ષની ઉંમરે પણ જીવનના પ્રચંડ ઝંઝાવાતો વચ્ચે જુવાનના જોમથી ઘૂમતાં થાક ન જણાયો, અને જેઓ પળે પળે અનાસક્તિયોગના આચરણ દ્વારા વામનને વિરાટના, કૃપણને ઉદારના અને કાયરને પુરુષાતનના પ્રત્યક્ષ પાઠ ભણાવી ગયા, તે બાપુજીને ચરણે...
Jivta Tehvaro
by Kaka Kalelkarઆપણા ધર્મજીવનનાં મૂળિયાં આપણે માનીએ છીએ તેના કરતાં વધારે ઊંડાં છે. અને જો આજની ચિકિત્સક દૃષ્ટિની સાથે જૂનું ધામિર્ક વાચન એક સામાજિક રિવાજ કે સંસ્થા તરીકે સમાજમાં રૂઢ હોત તો એમાંથી સમાજને કીમતી લોકકેળવણી મળી હોત. એ ખામીની પૂતિર્ જ્યાં સુધી બીજી રીતે થાય નહીં ત્યાં સુધી આ તહેવારો પરત્વે જુદે જુદે પ્રસંગે શ્રી કાકાસાહેબે જે લેખો અથવા નોંધો લખી છે તેનો પણ સંગ્રહ કરવાથી સમાજને આપણું સામાજિક-ધામિર્ક જીવન ફરી સજીવન કરવાનું કંઈક દિશાદર્શન તો મળશે જ. એમ લાગવાથી એવા લેખોનો સંગ્રહ આ આવૃત્તિમાં કરેલો છે. આજના જમાનામાં કેવળ શ્રદ્ધાથી કામ નહીં ચાલે અને કેવળ તાકિર્ક અશ્રદ્ધાથી પણ સામાજિક આત્મા સંતુષ્ટ ન થાય. બંનેનો જ્યાં સમન્વય હોય એવાં લખાણો જ લોકહૃદયને પૌષ્ટિક ખોરાક પૂરો પાડી શકે. અહીં એવી કલ્પના બિલકુલ કરેલી નથી કે છેલ્લાં સોબસો વર્ષમાં જે મુગ્ધ રીતે આપણું ધામિર્ક જીવન નભ્યું તે ઢબ જ હંમેશને માટે ચાલતી રહે. આપણો જમાનો આપણી વ્યાપક હાજતો પ્રમાણે નવસર્જનથી આપણે શણગારવો રહ્યો. એને માટેની દૃષ્ટિ કેળવવામાં આ લેખો મદદગાર થશે અને ધામિર્કતાનું વાતાવરણ પેદા કરશે એવી આશા છે.
Junu ghar: જૂનું ઘર
by Divyesh Labkamanaઆ પ્રસ્તુત વાર્તા ના રચયતા દિવ્યેશ લબકામણા છે તેમને આ વાર્તા માં એક જૂનું ઘર ની વાત કરી છે તે ગામ માં એક જાદુગર નો સાયો છે તેના કારણે તે ગામ ના લોકો ગાયબ થઇ જાય છે તે ગામનાં એક પરિવાર માં છ ભાઈ બહેન આ જાદુગર ના સાયાને દૂર કરે છે તેની વાત કરવામાં આવી છે.
Jya Darekne Pahochavu J Che
by Kakasaheb Kalelkarજન્મમૃત્યુનો અનુભવ દરેક માણસને છે જ. યથાકાળે એ મળે જ છે. મારે પણ કેટલાંય સગાંવહાલાંને અને આદરણીય સત્પુરુષોને સ્મશાન સુધી પહોંચાડવા પડ્યાં છે. મારે મન સ્મશાન એ અત્યંત પવિત્ર જગ્યા છે. જ્યાં આપણે સગાંવહાલાંનાં શરીરની અંતિમ સેવા કરી એ સ્થાન આપણે માટે અત્યંત પવિત્ર જ હોવું જોઈએ. હિંદુ સંસ્કૃતિમાં મરી ગયેલા માણસનું શરીર અપવિત્ર મનાય છે. સ્મશાન વિશે આદર રાખવાને બદલે એ સ્થાનને આપણે અશુભ માનીએ છીએ એ મોટો દોષ છે. આ સ્થિતિ સુધારવા માટે મેં એક લેખમાળા લખી હતી. ‘સ્મશાનયાત્રા’ એવું જ નામ એને આપત. પણ વાચકોને એ ગમશે નહીં એવો વિચાર મનમાં આવવાથી શીર્ષક આપ્યું ‘જ્યાં દરેકને પહોંચવું જ છે.’ મુંબઈના ગુજરાતી સાપ્તાહિક ‘સુધા’માં આ લેખમાળા ક્રમશ: છપાઈ હતી. વાચકોએ એનું રસપૂર્વક સ્વાગત કર્યું હતું. મને એવો ખ્યાલ છે કે આ લેખમાળા માટે આ સુંદર શીર્ષક ‘સુધા’ના તંત્રીએ સુઝાડ્યું છે. મને એ શીર્ષક ખૂબ ગમ્યું. આ શીર્ષકથી સૂચવાય છે કે આપણો પણ ત્યાં હક્ક છે. સગાંવહાલાંને મૂકવા જઈએ ત્યારની ભાવના સામાન્ય રીતે લાગણીપ્રધાન હોય છે. સ્વદેશના રક્ષણને અર્થે જેઓ લડ્યા અને મર્યા એમની સ્મશાનયાત્રાનું દર્શન, ચિંતન અને સ્મરણ અદ્ભુત હોય છે. એ દર્શન દ્વારા માનવી સંસ્કૃતિની અનેક બાજુઓ ચિંતનનો વિષય બને છે. —કાકા કાલેલકર
Jya Prem Chhe Tya Prabhu Chhe J
by Lilavati Bhagwatઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Jya Raho Tya Mahekta Raho
by Nilam Parikhપ્રત્યેક જમાનાને એક ટેવ હોય છે. વીતી જવાની. અને વીતી ગયા પછી પોતીકી સુગંધ છોડતાં જવાની. આવી યુગસુગંધ અને ધૂપસુગંધનું નામ ‘ગાંધી’ છે. એ સુગંધના નશામાં અમારું બાળપણ વીત્યું છે. થોડીક ગાંધીસુગંધ અમારા ઘરમાં હતી થોડીક ફળિયામાં હતી થોડીક દેશમાં હતી. સાપ ગયા પછી રહી ગયેલા લિસોટામાં માંડ બચેલી ચાપુચપટી સ્મરણ-સજકણની આ વાત છે.
Kalarav class 1 - GSTB: કલરવ ધોરણ 1 (પાઠ્યપુસ્તક ) - જીએસટીબી
by Prakash Bhatti Shri Ramesh Chandra Thakkar Shri Goswami Minesh Varand Harshvi Patપ્રસ્તુત પાઠ્યપુસ્તક તેનાં ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે-હોંશે તેનો ઉપયોગ કરે અને ભાષા-પર્યાવરણની અધ્યયન નિષ્પત્તિઓ સાર્થક કરે તે લક્ષિત છે. પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૧ ના ગુજરાતી (કલરવ)વિષય નું છે. જેમાં રોચક ૧૦ પાઠ આપેલ છે.
Kallol (Gujarati Paryavaran) class 2 - GSTB: કલ્લોલ (ગુજરાતી પર્યાવરણ ) ધોરણ ૨ - જીએસટીબી
by Haresh Chowdhury Yahya Sapatwala Bhavesh Pandya Shri Patel Shri Buddhadev Shri Dalsania Harshvi Patelધોરણ ૨ નું કલ્લોલ ગુજરાતી પર્યાવરણનું પાઠયપુસ્તક છે. જેમાં ૧૦ પાઠ આપેલ છે.
Kalshor class 3 - GSTB: કલશોર ધોરણ 3 - જીએસટીબી
by Shree Haresh Choudhari Shree Rakesh Patel Shree Chhaya Upadhyay Shree Ranchhodbhai Soni Shree Mamta Sharma Shree Enduben Patel Shree Priskiya Chauhanધોરણ ૩ નું કલશોર (પ્રથમ ભાષા) નું પાઠચપુસ્તક છે તેમાં 10 પાઠ આપેલ છે.
Karma Nu Vignan: કર્મનું વિજ્ઞાન
by Dada Bhagwanકર્મ શું છે? શું સારા કર્મો ખરાબ કર્મોને ધોઈ શકે? શા માટે સારા માણસો દુઃખી થાય છે? કર્મો બંધાતા કેમ રોકી શકાય? શરીર કે આત્મા, કર્મોથી કોણ બંધાયેલું છે? આપણા કર્મો પુરા થાય છે ત્યારે શું આપણું મૃત્યુ થાય છે? આખું જગત કર્મના સિદ્ધાંત સિવાય બીજું કંઈ નથી. બંધનનું અસ્તિત્વ પૂર્ણપણે તમારા ઉપર નિર્ભર છે, તમે પોતે જ તેના માટે જવાબદાર છો. બધું જ તમારું આલેખન છે. તમે તમારા શરીરના બંધારણ માટે પણ જવાબદાર છો. તમારી સામે જે આવે છે એ બધું તમારું જ ચીતરેલું છે; બીજું કોઈ એને માટે જવાબદાર નથી. અનંત જન્મો માટે તમે જ “ સંપૂર્ણપણે અને એકલા “ જવાબદાર છો.- પરમ પૂજ્ય દાદાશ્રી કર્મોના બીજ ગયા ભવમાં નંખાયા હતા તેના ફળો આ ભવમાં મળે છે. આ કર્મોના ફળ કોણ આપે છે? ભગવાન? ના. તે કુદરત અથવા ‘વ્યસ્થિત શક્તિ’ (સાયન્ટીફીક સરકમસ્ટેન્સીયલ એવીડન્સ) કહેવાય છે તે આપે છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ, પોતાના જ્ઞાન વડે કર્મોનું વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે. અજ્ઞાનને કારણે, કર્મો ભોગવતી વખતે રાગ – દ્વેષ થાય છે, તેથી નવા કર્મો બંધાય છે જે પછીના ભવમાં પાકે છે અને તે ભોગવવા પડે છે. જ્ઞાનીઓ નવા કર્મો બંધાતા અટકાવે છે. જયારે બધા કર્મો પુરેપુરા ખલાસ થાય છે ત્યારે છેવટનો મોક્ષ થાય છે.
Kedarnathji ane K. G. Mashruwala vacche no Patra-Samwad
by G. M. Nandurkarભારતવર્ષમાં સામાન્ય રીતે ગુરુશિષ્યસંબંધની જે કલ્પના છે, તે કરતાં નાથજી અને અમારી વચ્ચેનો ગુરુશિષ્યસંબંધ કાંઈક જુદા પ્રકારનો રહ્યો છે. એનું શ્રેય અમને છે, તે કરતાં પૂ. નાથજી અને પૂ. ગાંધીજીને વધારે છે. અમારી ઉછેરના સંસ્કારો તો સામાન્ય રીતે આપણા દેશના જિજ્ઞાસુઓમાં હોય છે તેવા જ હતા. અમારી ઉંમર ત્રીસ વર્ષથી ઓછી હતી. બુદ્ધિ પક્વ થયેલી નહોતી. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, વગેરેના અમારા સંસ્કારો જૂની સાંપ્રદાયિક ઘરેડના જ હતાં. એક બાજુથી જે બે જુદા સંપ્રદાયોમાં અમે ઊછર્યા હતા, તેમાં અમારી જુદી જુદી બુદ્ધિ મુજબ ધર્મ, જ્ઞાન અને મોક્ષની સંપૂર્ણ અથેતિ છે અને તેની તોલે કોઈ બીજા સંપ્રદાય, દર્શન, વગેરે આવી શકે નહીં, એવી દૃઢ શ્રદ્ધા હતી. બીજી બાજુથી ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના મોક્ષ નહીં—એ પણ એમારી ભાવના હતી. આથી સંપ્રદાયના ચોકઠામાં જ અમે ગુરુને શોધતા. ગૃહ, સંસાર, સમાજ, વગેરેને અમે સ્વાર્થના અને મિથ્યા, નાશવંત, સંબંધો માનતા; તેમાંથી નાસી છૂટવાની અમારી વૃત્તિ હતી. આ બધાની મનમાં ઘણી ગડમથલો ચાલતી હતી. તેટલામાં અમને પૂ. નાથની નવા રૂપે ઓળખાણ થઈ. ...અમને અનાયાસે ખબર પડી કે તેમણે હિમાલયમાં અનેક વર્ષો ગાળી, યોગ વગેરે સાધી ‘આત્મસાક્ષાત્કાર’ કર્યો છે. આ એમનો નવી દૃષ્ટિએ પરિચય થયો, અને અમે તેમને એક સિદ્ધ યોગી તથા બ્રહ્મનિષ્ઠ પુરુષ તરીકે વળગ્યા.
Klapina Shrestha Kavyo Semester 1 - Kutch University Guidebook: ક્લાપીનાં શ્રેષ્ઠ કાવ્યો સેમિસ્ટર ૧ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક
by Klapiઆ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષય ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે જેના કોડ CEGJ - 101 & OEGJ – 101 છે.
Klesh Vinanu Jivan: ક્લેશ વિનાનું જીવન
by Dada Bhagwanશું તમે જીવનમાં થતી અથડામણો થી કંટાળી ગયા છો? શું તમને અચરજ થાય છે કે અથડામણો કેમ થતી હશે? પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આત્મજ્ઞાન એ બધી અથડામણો થી મુક્તિ મેળવવાની ચાવી છે” “હવે તમારે બદલો લેવાની ભાવનાથી મુક્ત થવાનું છે, એ માટે તમે પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની ) પાસે આવો અને આત્મજ્ઞાન મેળવો તો તમે મુક્ત થશો. તમારે બધા વેરથી આ જ ભવમાં મુક્ત થવાનું છે અને હું તમને તેનો રસ્તો બતાવીશ. મનુષ્યનું જીવન આજે જંતુ જેવું થઇ ગયું છે. તેઓ સતત માનસિક દુઃખમાં છે. મનુષ્ય તરીકે જન્મ થયા પછી શા માટે માનસિક સંતાપ હોવો જોઈએ? આખું જગત ભઠ્ઠીમાં બફાઈ રહેલા શક્કરિયાની અવસ્થામાં છે, અને જો સંતાપ નથી, તો ત્યાં ભ્રાંતિ (મોહ)ની અવસ્થા વર્તે છે. આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની)નું, અથડામણ વિનાનું જીવન જીવવાની સમજણ, એની રીત, એનું મહત્વ રજુ કરવામાં આવ્યું છે.
Kon Jityu?
by Mukul Kalarthiઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.