Browse Results

Showing 201 through 225 of 585 results

Garvi Gujarati class 8 - Maharashtra Board: ગવરી ગુજરાત ધોરણ 8 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે આઠમાં ધોરણનું પાઠયપુસ્તકમાં સામાજિક, બોધાત્મક, રમૂજી, ભાવનાપ્રધાન-જનજાગૃતિ પ્રેરક અને દેશપ્રેમ સંવર્ધક કૃતિઓ તેમજ કૃતિઓ અંતર્ગત આવતાં જીવનમૂલ્યો તમારે આત્મસાત કરવાના છે. તે સાથે જ નવું કરવાની જિજ્ઞાસા જાગૃત કરનારા અને જીવનમાં સકારાત્મક વલણ તરફ વળવાની દષ્ટિકોણ તરફ અગ્રેસર થાઓ તેવા કાવ્યો પણ આપેલા છે.

Gavri Gujarati class 10 - Maharashtra Board: ગવરી ગુજરાતી ધોરણ 10 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળદસમાં ધોરણ ના આ પાઠયપુસ્તકમાં પશ્રમપ્રતિષ્ઠા, વિપરિત પરિસ્થિતિનો સામનો, પર્યાવરણનું સંવર્ધન, પ્રકૃતિ તત્ત્વો પ્રત્યે અહોભાવ, સકારાત્મક દષ્ટિકોણ, માતૃપ્રેમ, દેશપ્રેમ, હસ્તકલા, હાસ્યકલા, સંવેદનશીલતા, વાચનપ્રેરણા, ભણતરનું મહત્ત્વ, આધુનિક તંત્રજ્ઞાન જેવા મૂલ્યો સાંકળી લેતા પાઠ/કાવ્યો અહીં સમાવિષ્ટ કરી લીધા છે. જેનાથી તમે સામાજિક જવાબદારી, નૈતિક જવાબદારી સહજ રીતે પાર પાડી શકશો. ભાષિક સમજ અંતર્ગત સરળ પદ્ધતિથી આપેલું વ્યાકરણ તમારા ભાષાભ્યાસને વધુ દૃઢ બનાવશે. શબ્દોના અર્થ, જોડશબ્દ, સહસંબંધ તમને ‘શબ્દકોશ’ તરફ વાળો... વિશેષવાચન દ્વારા તમારી વાચનકળા ખીલશે અને લેખન કૌશલ્ય દ્વારા તમારી લેખનરૂચિ વધશે. પ્રસ્તુત પાઠયપુસ્તક તમારા મૂળભૂત કૌશલ્યો વિકસાવવામાં સહાયભૂત બનશે એટલું જ નહિ, પણ પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવવા માટે પણ ઉપયોગી બની રહેશે

Gavri Gujarati class 9 - Maharashtra Board: ગવરી ગુજરાતી ધોરણ-૯ મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે નવમાં ધોરણના આ પાઠયપુસ્તકમાં સામાજિક-બોધાત્મક-રમૂજી- ભાવનાપ્રધાન- જનજાગૃતિ પ્રેરક અને દેશપ્રેમ સંવર્ધક પાઠ આપેલા છે. તે સાથે જ નૈતિક મૂલ્ય વધારનારાં, સ્ત્રી-પુરુષ સમાનતાની ભાવના દૃઢ કરનારાં, નવું કરવાની જિજ્ઞાસા જાગૃત કરનારાં અને જીવનમાં હંમેશાં પ્રગતિની દિશા તરફ જવા તત્પર કરનારાં કાવ્યો આપેલાં છે. ભાષિક સમજ અંતર્ગત ખૂબ જ સરળ અને સાદી પદ્ધતિથી વ્યાકરણ આપ્યું છે. તમે એ સહજ સમજી જશો. અલગ અલગ પ્રકારના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાથી તમારી સર્જનશક્તિ વિકસશે, કલ્પનાશક્તિ વધશે અને આકલનશક્તિ દૃઢ થશે તેવો વિશ્વાસ છે.

Gaymatanu vardan

by Mulshankar Bhatt

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Gher Jata

by Rukmini Banerji

A girl is in a hurry to reach her home. Find out the reason and her journey in this beautiful story.

Gitabodh

by M. K. Gandhi

આશ્રમવાસીઓ માટે યરોડા જેલમાંથી ગાંધીજી દર અઠવાડિયે ગીતાના એક એક અધ્યાયનો સાર મોકલતા હતા. તેનો પ્રારંભ તેમણે 12મા અધ્યાયથી કર્યો.

Gitadhvani

by Kishorlal Mashruvala

સ્વ. શ્રી કિશોરલાલ મશરૂવાળાનો ગીતાનો સમશ્લોકી અનુવાદ ‘ગીતાધ્વનિ’ની આજ સુધીમાં સવા બે લાખ કરતાં વધુ નકલો લોકોના હાથમાં પહોંચી ચૂકી છે. ‘ગીતાધ્વનિ’ પહેલી વાર 1934માં પ્રસિદ્ધ થયું. 1946માં અનુવાદકે એટલે કે કિશોરલાલ મશરૂવાળાએ જ તેમાં કેટલાક સુધારા કર્યા. તેની વાત તેમણે ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં લખી છે તે વાચક જોઈ શકશે. ગીતાનો સમશ્લોકી અનુવાદ, તેના અમુક શબ્દો અને શ્લોકો પરની ટિપ્પણીઓ, વિવિધ નામોને સંલગ્ન પાત્રો ની સ્પષ્ટતા અને કઠણ શબ્દોના અર્થોથી સજ્જ આ પુસ્તક ગીતા વિષે એક અદભૂત સંદર્ભ ગ્રંથ છે.

Gnani Purursh 'Dada Bhagwan' Bhag-1: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૧

by Dada Bhagwan

પ્રત્યેક કાળચક્રમાં ઘણા જ્ઞાનીઓતથા મહાન પુરુષો જન્મ લે છે. પરંતુ તેઓની આંતરિક જ્ઞાન દશાનું રહસ્ય હજુ અક્બંધ રહી જાય છે. પ્રસ્તુત ગ્રંથ “જ્ઞાની પુરુષ” માં પરમ પૂજ્ય દાદા ભગવાનના જ્ઞાન દશા પૂર્વેના વિવિધ પ્રસંગો તથા તેમના વિચક્ષણ જીવનશૈલી સમા અદ્ભુત દ્રશ્યોનુંતાદ્રશ્ય અહીં વિગતવાર જાણવા મળે છે. એક સામાન્ય માનવી હોવા છતા એમની મહીંસમાયેલી અસામાન્ય લાક્ષણિકતાઓ રૂપી ખજાનો છતો થાય છે. તેમના જીવનના માત્ર એક પ્રસંગમાંથી અદ્ભૂત અધ્યાત્મિક ફોડનું વિશ્વ દર્શન પ્રસ્તુત ગ્રંથ દ્વારા કરાવ્યું છે. જીવન વ્યવહારમાં સચોટ નિર્ણયશક્તિની સૂઝ તથા વ્યવહારીક સમજણની અટકણોના ફોડરૂપીઅનોખી સૂઝનો ભંડાર“જ્ઞાની પુરુષ” ગ્રંથ દ્વારાજગતને પ્રાપ્ત થશે. આ પવિત્ર ગ્રંથનું અધ્યયન કરી જ્ઞાની પુરુષના જીવન-દર્શનની અદ્ભૂત સફર કરવાની અમૂલ્ય તક ઝીલી લઈએ.

Gnani Purursh 'Dada Bhagwan' Bhag-2: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨

by Dada Bhagwan

પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ-૨ માં પરમ પૂજ્ય દાદા ભગવાનના હીરાબા સાથેના લગ્ન જીવન દરમિયાન એમની અદભુત વીતરાગ દશા સાથે આદર્શ વ્યવહારનો સંપૂર્ણ ચિતાર મળે છે. પરમ પૂજ્ય દાદાશ્રીને હીરાબાનો સંયોગ થયો ત્યારથી લઈને હીરાબાનો વિયોગ થયો ત્યાં સુધીના એમના ગૃહસ્થ જીવનની વાતોનું પરમ પૂજ્ય દાદાશ્રીના જ શબ્દોમાં પ્રસ્તુત ગ્રંથમાં સંકલન થયું છે. જેમાં આપણને એમનો આદર્શ વ્યવહાર, દરેક વ્યવહારમાં પોઝિટિવ દ્રષ્ટિ, એમની એડજસ્ટમેન્ટ લેવા નીકળાઓ, બોધ કળાઓ તેમજ એમની નિર્મોહી, મમતારહિત, દુઃખના પ્રસંગોમાં ભોગવટારહિત દશા અને છેવટની વીતરાગ દશા જાણવાને માણવા મળશે.એમની એક ફેર ભૂલ થયા બાદ એ પ્રસંગનું તારણ કાઢી ફરીએ ભૂલોમાંથી કાયમ માટે બહાર નીકળી જવાની દ્રષ્ટિ તેમજ સામાને સોટકા નિર્દોષ જ જોઈ અને પોતાના દોષો ખોળી કાઢી તેમાંથી મુક્ત થવાની એમની તમન્ના ખુલ્લી કરે છે. સમજણના સાંધા વડે મતભેદોથી મુક્ત થતા થતા હીરાબા સાથે સંપૂર્ણ મતભેદ વગરનું જીવન જીવ્યા, જેની આખી સફર આપણને અત્રે જાણવા મળશે. આ કાળના લોકોનું મહાન પુણ્ય જ ગણાય કે જ્ઞાનીપુરુષ નું ગૃહસ્થ જીવન જોવા મળ્યું.સઘળા એડજસ્ટમેન્ટ સાથે વ્યવહારમાં આદર્શપણાની ઉણપ કોઈ ખૂણે જણાતી નથી. પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન આપણા વ્યવહારને આદર્શ બનાવી વિના અડચણે મોક્ષમાર્ગ પૂરો કરવામાં સહાયભૂત બની રહે એ જ અંતરની પ્રાર્થના.

Gnani Purursh 'Dada Bhagwan' Bhag-3: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૩

by Dada Bhagwan

પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ-3માં દરેક માણસોને એમના લેવલે જે જીવનમાં તકલીફો પડતી હોય, તેમાં આત્માના જ્ઞાનમાં રહી સમતાભાવે કર્મ પૂરા કરી શકે અને નવા કર્મ બંધાય નહીં, એવું કંઈક અનુભવજ્ઞાન અને સમજ આપવાની પરમ પૂજ્ય દાદાભગવાનની તીવ્ર ભાવનાની ઝાંખી થાય છે. તે ભાવનાના આધારે પોતે પૂર્વે બુદ્ધિના આશયમાં કંઈક એવું માગીને આવેલા હશે, કે એવો ધંધો જોઈએ છે કે જેમાં બધી જ જાતના સંસાર વ્યવહારના અનુભવો થાય કે જે સામાન્ય માણસ અનુભવતો હોય.તે એવો જ કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો એમને ભેગો થયો.જેમાં મજૂરથી માંડી મોટા પ્રધાનો, પ્રેસિડન્ટો, કોન્ટ્રાક્ટરો, શેઠિયાઓ, એન્જિનિયરો, મોટા ઑફિસરો બધા જ ભેગા થાય.પોતે એ જ બધા વ્યવહારમાં જ્ઞાનપૂર્વક રહી, સાચી સમજણ ગોઠવી, કેવી રીતે સંસારવ્યવહાર પૂરો કરી અને અંદર પોતે વીતરાગતામાં રહી શક્યા, એનું વિવરણ જ્ઞાની પુરુષ ભાગ-૩ ગ્રંથમાં મળે છે! દાદાશ્રીના અંતર આશયના ફોડ, એમની આંતરિક દશાની સમજણ, સીમિત ન રહેતા સહુ કોઈને સુલભ થાય અને વાંચનારના હૃદય સુધી સ્પર્શી તે રૂપ થવાની શ્રેણીઓ ચઢાવે એવો નમ્ર પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.

Gnani Purursh 'Dada Bhagwan' Bhag-4: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૪

by Dada Bhagwan

‘જ્ઞાની પુરુષ’ શ્રેણીના આ ચોથા ગ્રંથમાં, પરમ પૂજ્ય દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના વિવિધ જીવનપ્રસંગો આવરી લીધા છે. પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનપ્રસંગો થકી એમના દરેક વ્યવહાર પાછળની આગવી સમજણ, એમની પ્રકૃતિના વિવિધ પાસાઓ તથા તેઓશ્રીનું ઉચ્ચ ઉપાદાન અહીં ખુલ્લું થાય. પરમ પૂજ્ય દાદાશ્રીનો નાનપણથી જ અપકાર કરનાર પરેય ઉપકાર કરવાનો સ્વભાવ, કોઈ દુઃખીને જોઈ જ ન શકે, એને હેલ્પ કરવા સર્વસ્વ હોડમાં મૂકી દે એવા હૃદયમાર્ગી! વળી શૌર્યતા, નીડરતા જેવા ગુણોને લીધે અતિમુશ્કેલ પરિસ્થિતિમાં પાછા ન પડે ને ઉકેલ લાવી નાખતા. ઘણા પ્રસંગોમાં અહંકાર અને માનના સૂક્ષ્મ પર્યાયોનું જે રીતે તેઓશ્રી વર્ણન કરે છે, તે જોતા જ્ઞાન થતા પૂર્વેનું એમનું ઊંચું ડેવલપમેન્ટ સ્પષ્ટ દેખાઈ આવે છે. નવીનતમ બોધકળાઓ, એમની વ્યવહારુકતા, વિપુલમતિ, અસામાન્ય કોઠાસૂઝ, વિચક્ષણ સમયસૂચકતા, બે વ્યક્તિ વચ્ચે વેલ્ડિંગ કરવાની અનોખી કળા ઈત્યાદિ વિશિષ્ટતાઓ રસપ્રદ પ્રસંગો દ્વારા અત્રે જાણવા મળે છે.

Gnani Purush 'Dada Bhagwan' Bhaag-5: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૫

by Dada Bhagwan

જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૫, આ ગ્રંથમાં દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના વિવિધ પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે. જે વાંચ્યા બાદ મુખ્યત્વે દાદાશ્રીને જ્ઞાન થયું તે પહેલા એમની અહંકારની વધતી જતી બળતરા, જાગૃત દશાના કારણે એ અહંકારની કૈડ સહન ન થવાની સ્થિતિ તેમજ સંસારમાં ચોગરદમ વધતી જતી વૈરાગ્ય દશા, ને જ્ઞાનદશા તરફ વધારે ને વધારે ઢળતી જતી આંતરિક દશાની ઝાંખી સ્પષ્ટપણે જોવા મળે છે. આ ગ્રંથમાં દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના ઘણા પ્રસંગો સામાન્ય માણસના જીવનમાં બનતા હોય એવા જ છે, જેમાં એમનાથી પણ એવી જ ભૂલો થઈ હોય. પણ વિશેષતા એ છે કે એકવાર ભૂલ સમજાયા પછી એના પર અસ્ખલિત તેમજ અસામાન્ય વિચારધારા, મનોમંથન, સંશોધન અને તારણો આ બધું જ એમનામાં જ્ઞાની પુરુષના લક્ષણોની ઝાંખી કરાવી જાય છે. દાદાશ્રીને ધંધાની બહુ પડેલી નહીં, પણ તેઓ મોક્ષમાર્ગના પાકા વેપારી હતા. પોતાને ભેગા થતા દરેક સંજોગોનું ચોગરદમથી એનાલિસીસ કરી (તારણ કાઢી), એમાંથી કુદરતના ગૂઢ સિદ્ધાંતો શોધી કાઢવાનો શોખ પણ એમને નાનપણથી જ હતો. ટી.વી., રેડિયો, એર કંડિશન, ઘડિયાળ જેવી અનેક વસ્તુઓ કે જેને જગતે મોજશોખ અને સુખના સાધનો ગણ્યા છે, એમાંની એકેય વસ્તુ એમણે વસાવી નથી. ‘જીવ શી રીતે બંધાય છે? છૂટાય શી રીતે ? આ જગત કયા આધારે ચાલે છે ?’ વગેરેની નિરંતર વિચારધારા ચાલુ જ રહેતી. કલાકોના કલાકો આત્મા સંબંધી વિક્ષેપ રહિત વિચારધારા ચાલે. ભગવાને એને ‘જ્ઞાનાંક્ષેપકવંત દશા’ કહી છે. બહુ ઊંચી દશા કહેવાય આ ! જેના પરિણામ સ્વરૂપે આ આત્મજ્ઞાન પ્રગટ થયું. આ ગ્રંથનો અત્યંત વિનયપૂર્વક અભ્યાસ કરી અતુલ્ય એવા જ્ઞાની પુરુષને ઓળખીએ અને એમની સમ્યક્ સમજણને જીવનમાં ઉતારી જ્ઞાનશ્રેણીઓ ચઢીએ એ જ હૃદયની ભાવના !

Gujarat na Sirchatra Sardar

by Mukulbhai Kalarthi

“તમે તમારું સાચું અને મજબૂત સંગઠન ખડું કરો. ઉપરાંત મેં જે નબળાઈઓ ચીંધી છે તે દૂર કરો, આળસ છોડી દો, વહેમો ફગાવી દો, કોઈનો ડર ન રાખો, કુસંપનો ત્યાગ કરો, કાયરતા ખંખેરી નાખો, હિંમત રાખો, બહાદુર બનો અને આત્મવિશ્વાસ રાખતાં શીખો.” “આટલું કરશો તો તમે જે ઇચ્છો છો તે એની મેળે આવી મળશે. જગમાં જેને માટે જે લાયક હોય છે તેને મળે જ છે. આપણી ઉમેદ મોટી છે. આપણે ગુલામીની બેડીઓ તોડી, સ્વતંત્રતા મેળવી રાજસત્તાની લગામ આપણા હાથમાં લેવા માગીએ છીએ. આવી મોટી ઉમેદ રાખવાનો આપણો અધિકાર છે. આવો મોટો અધિકાર પ્રાપ્ત કરવા માટે આપણે ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરનારને પ્રભુ મદદ કરે છે. પ્રભુ તમારું ભલું કરો!”

Gujarati Apexit class 10 - GSTB - Navneet: ધોરણ ૧૦ ગુજરાતી પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે લેટેસ્ટ પેપર-પેટર્ન અનુસાર)

by Navneet Ltd.

ધોરણ ૧૨ ગુજરાતી અપેક્ષિતમાં ૩૧ પ્રશ્નસંગ્રહો આપેલ છે અને ૨ આદર્શ પ્રશ્નપત્ર આપેલ છે.

Gujarati (Apexit) class 12 - GSTB - Navneet: ગુજરાતી પ્રશ્નસંગ્રહો ધોરણ ૧૨ (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે લેટેસ્ટ પેપર-પેટર્ન અનુસાર)

by Navneet

ધોરણ ૧૨ ગુજરાતી અપેક્ષિતમાં વિભાગ A થી વિભાગ E સુધી માં ૨૯ પ્રશ્નસંગ્રહો આપેલ છે અને ૨ આદર્શ પ્રશ્નપત્ર આપેલ છે.

Gujarati Apexit Prashnshangrah (2023) class 12 - GSTB: ગુજરાતી અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (૨૦૨૩) ધોરણ ૧૨

by Navneet

ગુજરાતી અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (2023) - ધોરણ 12.

Gujarati Bhasha: સ્વરૂપ અને વિકાસ સેમિસ્ટર – ૬ કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Gujarati class 12 - GSTB Guidebook: ગુજરાતી ધોરણ ૧૨ - જીએસટીબી ગાઈડબુક

by Navneet

પ્રસ્તુત પુસ્તક ધોરણ ૧૨ ગુજરાતી વિષયની ગાઈડબુક છે.

Gujarati class 4 - GSTB: ગુજરાતી (પાઠ્યપુસ્તક ) ધોરણ 4 - જીએસટીબી

by Mr Kishorebhai Parth Dr. Begging Mr. Yahya Flat Bornea

પ્રસ્તુત પાઠ્યપુસ્તકને ગુણવત્તાયુક્ત તથા બાળભોગ્ય બનાવવા માટે પૂરતી જહેમત ઉઠાવી છે. તેના ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે હોંશે તેનો ઉપયોગ કરે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.તેમાં પેલા પાઠ માં નાવડી ચાલી છે વાર્તા ને ચિત્ર દ્વારા સરસ રીતે સમજાવેલ છે. પાઠ 2 ઠંડી કવિતા સ્વરૂપે ફ્રીજ માં મુકેલ વસ્તુઓ પોતાની વાત કહે છે.પાઠ 3 સાચી હજ ખુદાને ખુદાઈ પ્યારી છે. તમે ગરીબ હોવા છતાં પેલાં દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો, એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ. પાઠ 4 લાખા વણજારા વિષે વાત કરેલ છે તેમાં તેને વગર વિચારે કુતરા ને મારી નાખ્યો અને એક વફાદાર કુતરા મિત્ર ને ગુમાવી દિહો તે સરસ રીતે સમજાવેલ છે. પુનરાવર્તન 1 આપેલ છે ત્યારબાદ પાઠ 5 ઉખાણા તેમાં 8 ઉખાણા સમજુતી અને ચિત્ર સાથે આપેલ છે. ઝવેરચંદ મેઘાણી ની રાતાફુલ કવિતા આપેલ છે .કલાકાર ની ભૂલ પાઠ માં સરસ વાર્તા દ્વારા સમજુતી આપેલ છે ત્યાર બાદ પુનરાવર્તન 2 આપેલ છે. દ્વિતીય સત્ર માં પત્ર લખવાની મજા ઈશ્વર પરમાર ની વાર્તા છે. હું તો પુછુ સુન્દરમ ની સરસ કવિતા છે . જ્યોતીન્દ્ર દવે દ્વારી લિખી હાસ્ય લેખ જે અકબર બીરબલ ની વાર્તા પર આધારિત છે. ઉટ અને ફકીર વાર્તા દ્વારા સમજુતી આપેલ છે.ત્યારબાદ પુનરાવર્તન 3 આપેલ છે સ્વામી વિવેકાનંદ ના બાળપણ ના જીવન પર આધારિત વાત કહેવામાં આવી છે .પંખી ની જાત ખરેખર દયાળુ છે તે સરસ રીતે સમજવામાં આવ્યું છે. ત્યાર બાદ ચાલો સૈનિક સૈનિક રમીએ અને 2 બહાદુર છોકરા પાઠ આપેલ છે .ત્યારબાદ પુનરાવર્તન 4 અને પુરક વાંચન આપેલ છે. પુરક વાંચનમાં 4 પાઠ આપેલ છે

Gujarati class 5 - GSTB: ગુજરાતી ધોરણ ૫ - જીએસટીબી

by Gstb

આ પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓ એવી રીતે યોજવામાં આવી છે કે, જેથી પ્રવૃત્તિ પછી એ અંગે ચર્ચા અથવા ચિંતન થાય, ઉપયોજન થાય અને શું શીખ્યા એ પણ તારવી શકાય. બાળકોને અવારનવાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે નાના કે મોટા જૂથમાં કામ કરવાનો-અધ્યયનનો અવસર મળે એવી આ શિક્ષણ-સામગ્રી છે. પ્રવૃત્તિલક્ષી શિક્ષણની આ તરાહ કદાચ સૌ પ્રથમવાર પ્રયોજાઈ રહી છે. આશા છે કે આ પાઠ્યપુસ્તકોના ઉપયોગ દ્વારા અધ્યયન-અધ્યાપન-પ્રક્રિયા સરળ તેમજ રોચક બનશે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ગુજરાતી માધ્યમનાં બાળકોમાટે ધોરણ 5 ગુજરાતી વિષયની વિદ્યાર્થી-આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રથમ સત્ર માં 1 અને 2 પુનરાવર્તન છે અને 7 એકમ છે એકમ 1 ચિત્રપાઠ છે એકમ 2 પ્રાથના છે,એકમ ૩બોધકથા છે એકમ 4, પ્રકૃતિ ગીત છે, 5મુ એકમ હાસ્યકથા છે. એકમ 6 નર્મદા મૈયા પ્રવાસ વર્ણન છે એકમ 7 ઊર્મિ ગીત છે. દ્વિતીય સત્ર માં 8 મુ એકમ ઊર્મિગીત છે,કદર લોકકથા છે, ભૂલની સજા નાટક છે, હિંડોળો લોક ગીત છે,તેની સાથે પ્રસંગ કથા અને જીવન ચરિત્ર પણ છે પુનરાવર્તન 3 અને 4 પણ છે , પુરક વાંચન માં 4 એકમ આપેલ છે .

Gujarati class 9 - GSTB Navneet Guidebook: ગુજરાતી ધોરણ ૯ - નવનીત - જીએસટીબી

by Navneet

ધોરણ 9 ગુજરાતી વિષયની નવનીત છે.

Gujarati Dwitiya Bhasha class 10 - GSTB

by Gstb

Education book

Gujarati Dwitiya Bhasha class 12 - GSTB

by Gstb

Education book

Gujarati (Kuhu) class 4 - GSTB: ગુજરાતી (કુહૂ ) ધોરણ 4 - જીએસટીબી

by Gstb

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ધોરણ-4 ના પાઠ્યપુસ્તકના અમલ પૂર્વે પાઠ્યપુસ્તક મંડળ અને GCERT ના નિષ્ણાતોની સંયુક્ત બેઠક બોલાવી, પુસ્તકની ચકાસણી કરવામાં આવી છે અને નિષ્ણાતો દ્વારા સૂચિત સુધારાઓને આમેજ કરી પુસ્તકને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પ્રસ્તુત પાઠ્યપુસ્તકને ગુણવત્તાયુક્ત તથા બાળભોગ્ય બનાવવા માટે પૂરતી જહેમત ઉઠાવવામાં આવી છે.તેમ છતાં શિક્ષણમાં રસ ધરાવનાર વ્યક્તિઓ પાસેથી સૂચનો આવકાર્ય છે.તેનાં ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે – હોંશે તેનો ઉપયોગ કરે અને ભાષાની અધ્યયન નિષ્પત્તિઓ સાર્થક કરે તે લક્ષિત છે.આ પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ અધ્યયનસામગ્રીનું પ્રદાન કરનાર સૌનો મંડળ આભાર વ્યક્ત કરે છે.

Gujarati Navneet class 10 - GSTB: ગુજરાતી નવનીત ધોરણ 10

by Navneet

ધોરણ 10 માટે ગુજરાતી નવનીત પાઠ્યપુસ્તક.

Refine Search

Showing 201 through 225 of 585 results