- Table View
- List View
Chup Nahi Rahevay
by Chandrshankar Shuklaઆ પુસ્તકમાં ટૉલ્સ્ટૉયના જુદે જુદે વખતે ને જુદા જુદા અનેક વિષય પર લખેલા કેટલાક નિબંધોનો અનુવાદ આપેલો છે. આત્માને જીવનદીપ બનાવી તે બતાવે તે રસ્તે ચાલવું; ધર્માચરણ કરતાં રાજાની નહીં પણ રામની આણ માનવી, ને તેમ કરતાં જે કષ્ટો ને યાતનાઓ વેઠવાં પડે તે વેઠવાં; બૂરાઈનો—હિંસાનો—પ્રતિકાર બૂરાઈથી નહીં પણ ભલાઈથી—અહિંસાથી—કરવો; પ્રેમધર્મ એ જ જીવનનો સર્વોચ્ચ નિયમ છે એમ માનવું ને તેને નિરપવાદપણે અનુસરવું; ને એટલા સારુ આપણા માનવબંધુઓનું શોષણ આપણે ન કરવું, એટલું જ નહીં પણ બીજાઓને હાથે પણ ન થવા દેવું; ને તેને માટે જીવનને શુદ્ધ, સાદું, ખડતલ ને નિષ્પાપ બનાવવું;—આ એમના કેટલાક મુખ્ય સિદ્ધાંતો તેમણે આ નિબંધો દ્વારા ઉપદેશેલા છે. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો, “તેમનો ઉપદેશ આપણે કાને ધરવો ને અંતરમાં ઉતારવો ઘટે છે.” —ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ
Chuskit Chaali Nishale
by Sujatha PadmanabhanNine year old Chuskit longed to go to school, to make friends, learn math and play games. But she could not... until Abdul decided to do something about it.
Coffee Stories: Coffee સ્ટોરીઝ: એક સિપ હૂંફાળા સંબંધોને નામ!
by Raam Moriઆપણી સંસ્કૃતિ કથા અને કથનશૈલીની સંસ્કૃતિ રહી છે. કથાઓ આપણી આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી કથાઓ તો એક એક સિપ સાથે વધુને વધુ ગળચટ્ટી બનતી કથાઓ. નજરની સામે દરરોજ ભજવાતી એવી કથાઓ જે હજુ સુધી આપણા ધ્યાનમાં જ નથી આવી અથવા એવી કથાઓ જે સતત ધ્યાનમાં તો આવી છે પણ આપણે સતત આંખો મીંચી રાખી છે. કથાઓ એવી જેમાં આપણું પોતાનું મૌન ઘૂંટાયેલું રહ્યું છે ને એ મૌનની પરિભાષાને પણ લોકો ઉકેલી જાણે છે તો એવી પણ કથાઓ જેમાં ચિલ્લાઈ ચિલ્લાઈને પીડાને પોકારવામાં આવી હોય એમ છતાં એને સાંભળનાર કોઈ નથી હોતું. દઝાડતી, ફરિયાદ કરી લાલ આંખ કરીને આપણી સામે એકધારું જોઈ રહી છે એવી કથાઓ ખરેખર કોફીના કપ સાથે પુરી થઇ જાય અને કોફીની જેમ મગજ સતેજ કરી દે એવી વાર્તાઓનો સમુહ!
Computer Adhyan class 10 - GSTB: કમ્પ્યુટર અધ્યયન ધોરણ ૧૦
by Gujrat Rajya Pathyapustak Mandalધોરણ ૧૦ ની કમ્પ્યુટર અધ્યન નું પાઠ્યપુસ્તક છે જેમાં 13 પ્રકરણ આપેલ છે.
Computer Adhyan class 11 - GSTB: કમ્પ્યૂટર અધ્યયન ધોરણ 11
by Gujrat Rajya Pathyapustak Mandalધોરણ ૧૧ ની કમ્પ્યુટર અધ્યન નું પાઠ્યપુસ્તક છે જેમાં 13 પ્રકરણ આપેલ છે.
Computer Adhyan class 12 - GSTB: કોમ્પુટર અધ્યન ધોરણ 12 - જીએસટીબી
by Gstbધોરણ ૧૨ કોમ્પુટર અધ્યન વિષયનું પાઠ્યપુસ્તક છે જેમાં ૧૩ પ્રકરણ આપેલ છે.
Computer Adhyan class 9 - GSTB: કમ્પ્યુટર અધ્યન ધોરણ ૯ - GSTB
by Gstbપ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૯ ના કોમ્પુટર અધ્યન વિષયનું છે જેમાં ૧૪ પ્રકરણ અને પરિશિષ્ટ આપેલ છે.
Computer Darpan class 1 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૧
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 2 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૨
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 3 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૩
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 4 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૪
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 5 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૫
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 6 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૬
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 7 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૭
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Computer Darpan class 8 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૮
by Tejas R. Thakkarઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.
Daan: દાન
by Dada Bhagwanદાન શું છે? બીજા મનુષ્યો કે પશુઓ, જીવતાને સુખ આપવું. જયારે તમે બીજાને સુખ આપશો, ત્યારે તમને બદલામાં સુખ મળશે. તમારી પોતાની વસ્તુઓ બીજાને આપી દેવા છતાં, તમને સારું લાગશે કારણકે તમે કંઇક સારું કર્યું છે. અનંત સુખનો અનુભવ ક્યારે થશે? જયારે તમને આ જગતમાં સૌથી પ્રિય એવી વસ્તુ, જેને તમે ખુબ જ પ્રેમ કરો છો તે આપી દેશો ત્યારે. જગતના વ્યવહારમાં એ શું છે? પૈસો લોકોને પૈસા માટે વધારે પડતો પ્રેમ હોય છે. તેને જવા દો અને વહેતો મુકો. ત્યાર પછી તમે જોશો કે જેટલો વધારે તમે આપશો તેટલો વધારે તે તમારી પાસે આવશે. પરમ પૂજ્ય દાદાશ્રી એ સખાવત/દાન આપવાને લગતા અને બીજા સવાલો જેવા કે સખાવત શું છે? સખાવતના ફાયદા શા છે? સખાવતના પ્રકાર ક્યા છે? ક્યાં (કોને) સખાવત આપવી જોઈએ? દાન કેવીરીતે કરવું? ગુપ્ત સખાવત/ દાન શું છે?...અને બીજી ઘણી બધી વિસ્તૃત માહિતી આપી છે. ચોક્કસપણે તે વાચકને અમુલ્ય અને ઊંડું જ્ઞાન આપનારી લાગશે.
Dada Bhagwan Kon?: દાદા ભગવાન કોણ ?
by Dada Bhagwanજુન ૧૯૫૮ના આશરે સાંજે છ વાગ્યાના સુમારે, ગુજરાતના સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણના બાંકડા પર સુઘડ કપડા પહેરેલા કાળી ટોપીવાળા એક સજ્જન બેઠા હતા. પ્લેટફોર્મ ટ્રેનો અને લોકોથી ધમધમી રહ્યું હતું. તેમણે સૂર્યાસ્ત પહેલાં સાંજનું વાળુ હમણાં જ પૂરું કર્યું હતું અને વડોદરા જવા માટે બીજી ટ્રેનની રાહ જોતાં હતા. તેમનું નામ હતું અંબાલાલ મૂળજીભાઈ પટેલ. તેમના સહાયક વાસણો ધોવા ગયા. આ સમયે અંબાલાલની અંદર કુદરતે વિલક્ષણ આધ્યાત્મિક જગત ખુલ્લું કર્યું. અડતાલીસ મિનિટ ચાલેલા આ સ્વયંસ્ફૂરિત આત્મજ્ઞાન પછી જગતે અંબાલાલને જ્ઞાની પુરુષ દાદાશ્રી તરીકે જાણ્યા. સર્વજ્ઞ ‘દાદા ભગવાન’ તેમનામાં પ્રગટ થયા. કુદરત ક્રમે અંબાલાલ મૂળજીભાઈ રૂપી મંદિરમાં કુદરતી રીતે દાદા ભગવાન વ્યક્ત થયા. આ તેમની પૂર્વેના કેટલાય ભવોની આધ્યાત્મિક સાધનાની પરાકાષ્ઠા હતી. આ આધ્યાત્મિક જ્ઞાન સંપૂર્ણ અને સ્વયંસ્ફૂરિત રીતે વ્યક્ત થયું હતું અને આ જ્ઞાન હવે અક્રમ વિજ્ઞાનના નામે ઓળખાય છે. એક કલાકમાં તેમને બ્રહ્માંડ દર્શન લાધ્યું હતું. આધ્યાત્મિકતા ને લગતા બધા સવાલોના જવાબોનું દર્શન થયું અને સવાલો પુરેપુરા ઓગળી ગયા. આ જગત શું છે? તેને કોણ ચલાવે છે? હું કોણ છું? આપણે બધા કોણ છીએ? કર્મ શું છે? બંધન શું છે? મુક્તિ શું છે? મુક્તિ નું રહસ્ય શું છે? મોક્ષ કેવીરીતે મળે? આવા અસંખ્ય સવાલોના જવાબો આ પ્રક્રિયામાં ખુલ્લા થયા. આમ કુદરતે જગતને, સર્વોચ્ચ અને અજોડ આધ્યાત્મિક દર્શન, ભાદરણ ગામનાં સમાજના માનવંતા સભ્ય, પરણેલા અને કોન્ટ્રેક્ટનો ધંધો કરતાં શ્રી એ. એમ. પટેલના, માધ્યમથી આપ્યું. સંસારી હોવા છતાં આ કોઈ સામાન્ય પુરુષ ન હતા જેમનામાં અનંતને સમજવા, જાણવા અને અનુભવવાની અદમ્ય ઈચ્છા બાળપણથી હતી. જુન ૧૯૫૮ના આ દિવસે આવા મનુષ્યમાં અસામાન્ય વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન વ્યક્ત થયું.
Darubandhi Koi Pan Bhoge
by M. K. Gandhiદારૂબંધી–કોઈ પણ ભોગે પુસ્તક એ ગાંધીજીના લખાયેલા લેખોનું સંપાદન છે. અફીણ અને શરાબ એ શેતાનનાં બે હથિયાર છે જે વડે તે પોતાના લાચાર ગુલામોને નશો ચઢાવી પાગલ બનાવે છે. — મહાત્મા ગાંધી
Dev ane Danav
by Jitendra Desaiમાનવશરીરમાં દૈવી અને આસુરી વૃત્તિઓ વચ્ચે ચાલતા સંગ્રામને આત્મનિરીક્ષણ કરી શબ્દસ્થ કરવામાં આવે તો કદાચ એ નોંધ ડૉ. જેકિલની નોંધપોથી જેવી થાય. વાર્તાકારે ખૂબી કરી માનવશરીરમાં ચાલતા દૈવી અને આસુરી વૃત્તિના સંગ્રામને, એક જ વ્યક્તિનાં બે જુદાં સ્વરૂપ કલ્પી, પ્રગટ કરી બતાવ્યો છે, જ્યારે આપણે માનવસ્વરૂપે એ સંગ્રામ સતત અનુભવીએ છીએ. ક્યારેક આપણે દાનવને દબાવી દઈએ છીએ, ક્યારેક તે આપણને દબાવી દે છે. આ દાનવની જેમ દેવ પણ માનવશરીરમાં પડેલો છે. દૈવી વૃત્તિનો વિકાસ મનુષ્યને દેવની નજીક લઈ જાય છે. બધા દેવ ન થઈ શકે, દેવની નજીક પહોંચવાનું પણ કેટલાક માટે અશક્ય થઈ પડે; પણ દાનવને દબાવી રાખી, તેના પર વિજય મેળવવાનો સતત પ્રયત્ન તો સૌ કરી શકે. એ કાજે જ આ જીવન હોવું જોઈએ. અને તેમ પણ ન થાય તો એક કવિએ ગાયું છે તેમ, ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ એ સંકલ્પ તો હોવો જ જોઈએ. અસ્તુ.
Dhartino Chhedo Ghar: ઘરતીનો છેડો ઘર! (રશિમ બંસલ)
by Rashmi Bansal Gujarati Translation Sonal Modiઆ શહેરો મુંબઈ જેટલાં પ્રકાશિત નથી,તો પ્રદુષિત પણ નથી.અહીં મુંબઈ જેટલી ગ્લેમર નથી તો ગંદકી પણ નથી.અહીં શાંતિ છે,તથા ખભે હાથ મૂકીને”ચિંતા ન કરીશ ભાઈ...અમે છીએ ને”કહેનારા પરિવારજનો છે.અહીં સવારે સાતની ફાસ્ટ ’ પડકવા દોડવાનું નથી.ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે..આપણને સહુને જાણે મૂક સૂચન મળી રહ્યું છે.દુનિયા ઘણી ખૂંદી વળ્યો,હવે ધૂળિયે મારગ પાછો વળ..ભાઈ,ધરતીનો છેડો,તે ઘર !”
Dhingamasti
by Suresh Dalalસુરેશ દલાલનાં આ બાળકાવ્યોમાં ધિંગડમલ બાળક પંખીના સૂરનાં પગલાં વીણતું, ફૂલ-સુગંધની પ્યાલી પીતું, વહેતા ઝરણમાં ન્હાતું જાદુઈલકડીથી મનમાન્યાં રૂપ ધરતું અને મોટેરાંની છબી પણ ઉતારતું ધમાચકડી મચાવે છે.
Dhisum Dhisum
by Suresh Dalalબાળક એટલે વિસ્મયની દુનિયાનો વિષ્ણુભગવાન. એની સૃષ્ટિમાં પૂર્ણવિરામનું મહત્ત્વ નથી, પણ આશ્ચર્યચિહ્નોનું સામ્રાજ્ય છે. તમે જો એની દુનિયા તરફ જુઓ તો બાળકાવ્યો કે બાળવાર્તાની ગંગોત્રી શોધવા માટે બહુ દૂર નહીં જવું પડે. ફરિયાદ તો એના હોઠ પર હોય જ. સુરેશ દલાલે એમની આગવી શૈલીમાં બાળકાવ્ય સંગ્રહોમાં રજૂ કર્યા છે.
Divaswapn: દિવાસ્વપ્ન
by ગીજુભાઈ બધેકાદિવાસ્વપ્ન પુસ્તક ૩ ખંડ માં લખાયેલ છે પ્રથમ ખંડ માં ૧૦ પ્રકરણ છે.દ્વિતીય ખંડ માં ૭ પ્રકરણ છે . તૃતીય ખંડ માં ૯ પ્રકરણ આપેલ છે અને અંત માં સન્માનથેલી અર્પણ સમારંભ પ્રસંગે આપેલા ભાષણમાંથી લીધેલ પ્રશંગ રજુ કરવા માં આવેલ છે .
Divyangoni Duniya: દિવ્યાંગોની દુનિયા
by Prof. Dr. Ashwin Jansariઆ પુસ્તક નો હેતુ દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓની મુશ્કેલીઓ અને સમસ્યાઓ અંગે જાણકારી મેળવવાનો છે. તેઓ કેવી રીતે સમાયોજન મેળવી શકે, વિવિધ યોજનાઓ અને અન્ય બાબતો અંગેના લેખો દ્વારા જાણવા મળે છે.
Dolphin Supplementary Reader (English Second Language) class 9 - GSTB
by Gujarat State School Textbook BoardThe English supplementary reader for 9th-grade students, with a variety of lessons covering different stories, moral anecdotes, and educational exercises. It is designed to enhance students' English language skills, focusing on reading comprehension, vocabulary building, and critical thinking. The content includes short stories, informative articles about animals like dolphins, and classical tales with moral lessons, such as "The Ugly Duckling" and "The Fun They Had." Each section is accompanied by exercises encouraging self-reflection, creative thinking, and group discussions, helping students develop both linguistic abilities and life skills.