- Table View
- List View
Bhagavan Mahavir
by Mira Bhattભગવાન મહાવીર એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું પાંચમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Bhattnu Bhopadu (natak): ભટનું ભોપાળું
by Navalram Pandyaભટનું ભોપાળુ હાસ્યપ્રધાન નાટક છે તે, ઢોંગી વૈદભુવાની ઠગાઇનું તથા કેટલીક નઠારી રૂઢીયોનું રમુજી ચિત્ર ફ્રેન્ચ મોલિયેરના નમુના ઉપરથી કરવા માં આવેલ છે
Bhautik Vignan Part-3 class 10 - GSTB: ભૌતિક વિજ્ઞાન ભાગ-3 ધોરણ 10
by NavneetNCERT ના અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 ના ભૌતિક વિજ્ઞાન માટેની પાઠયપુસ્તક.
Bhavna Sudhare Bhavobhav: ભાવના સુધારે ભવોભવ
by Dada Bhagwanધર્મ અને ધાર્મિક ક્રિયામાં ઊંડા ઉતરેલા હોવા છતાંપણ આપણી વર્તણુંકમાં કેમ તેનું પ્રતિબિંબ પડતું નથી? શું તમે તેનાથી નાસીપાસ થયેલા અને મૂંઝાયેલા નથી? આની પાછળનું કારણ શું છે? પરમ પૂજ્ય દાદાશ્રીએ આવી મુંઝવણની પાછળના રહસ્યની ચોખવટ કરી છે. તેઓ કહે છે, બધું આચરણ અને વર્તણુંક એ ગયા અવતાર માં સેવેલા કારણોનાં ફળરૂપે છે. તે પરિણામ છે. ભાવ શબ્દ એ ઊંડા અંતરના હેતુ માટે છે, તે દેખાતો નથી. આ ભાવ એટલે કારણ. પરિણામ કોઈ બદલી ના શકે. જો કારણ બદલાશે તો પરીણામ બદલાશે. પરમ પૂજ્ય દાદાશ્રીએ બધા શાસ્ત્રો નો સાર કાઢીને આપણને નવ કલમો રૂપે આપ્યો છે. આ નવ કલમો એ પાયાના સ્તરેથી ભાવ બદલવા માટેની ચાવીઓ છે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી પણ ભાવમાં આવો બદલાવ નહિ આવે. હજારો લોકોએ આ કલમોના સરળ સંદેશથી ફાયદો મેળવ્યો છે. આ નવ કલમો બોલ્યા કરવાથી, અંદરના નવા કારણ સંપૂર્ણપણે બદલાય છે અને પોતે આજ જીવનમાં આંતર શાંતિ મેળવે છે. તે પોતાનાં જીવન માંથી બધી નકારાત્મકતા ધોઈ નાખશે. આ બધા ધર્મ નો સાર છે. મુક્તિ નો પંથ - આધ્યાત્મિક પ્રગતિ પછી સરળ થશે.
Bhillu
by Suresh Dalalબાળક એટલે વિસ્મયની દુનિયાનો વિષ્ણુભગવાન. એની સૃષ્ટિમાં પૂર્ણવિરામનું મહત્ત્વ નથી, પણ આશ્ચર્યચિહ્નોનું સામ્રાજ્ય છે. તમે જો એની દુનિયા તરફ જુઓ તો બાળકાવ્યો કે બાળવાર્તાની ગંગોત્રી શોધવા માટે બહુ દૂર નહીં જવું પડે. ફરિયાદ તો એના હોઠ પર હોય જ. સુરેશ દલાલે એમની આગવી શૈલીમાં એમના ચૌદ બાળકાવ્ય સંગ્રહોમાં રજૂ કર્યા છે.
Bhogve Eni Bhul: ભોગવે એની ભૂલ
by Dada Bhagwanકોઈ વ્યક્તિ કંઈપણ ભોગવે છે તો તે તેની પોતાની ભૂલના કારણે જ. જો વ્યક્તિ સુખ માણે છે તો તે તેના સારા કર્મો નું ફળ છે. પરંતુ જગતનો કાયદો નિમિત્તને ( દેખીતો કર્તા – દુઃખ પહોંચાડનાર વ્યક્તિ ) દોષી જુએ છે. ભગવાનનો કાયદો, અસલી કુદરતનો કાયદો, અસલી ગુનેગારને પકડે છે. આ કાયદો ક્ષતિરહિત છે અને તેને કદી કોઈ બદલી શકે નહિ. આ દુનિયામાં એવો કોઈ કાયદો નથી કે જે કોઈને પણ દુઃખ આપી શકે, સરકારનો કાયદો પણ નહિ. જયારે આપણી કોઈ દેખીતી ભૂલ નથી હોતી અને આપણને કોઈ ભોગવટો આવે છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ અને વારંવાર સવાલ પૂછીએ છીએ, શા માટે મને? મારી શું ભૂલ છે? કોની ભૂલ છે? લુંટનારની કે લુંટાનારની? આ દુનિયામાં કોની ભૂલ છે તે જો તમારે જાણવું હોય તો, કોણ ભોગવે છે અને તમારા ભોગવટાની પાછળ ક્યા કારણો છે? તે શોધો આ પુસ્તક “ભોગવે તેની ભૂલ” માં પરમ પૂજ્ય દાદાશ્રી બધા શાસ્ત્રોનો સાર આપીને કુદરતનો ન્યાય હકીકતમાં કેવી રીતે કેમ કામ કરે છે તે તમને કહે છે.
Bhugol (Apexit) class 12 - GSTB - Navneet: ધોરણ ૧૨ ભૂગોળ પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે લેટેસ્ટ પેપર-પેટર્ન અનુસાર)
by Navneet Ltd.ધોરણ ૧૨ ભૂગોળ અપેક્ષિતમાં ૫ પ્રશ્નસંગ્રહો આપેલ છે અને ૨ આદર્શ પ્રશ્નપત્ર આપેલ છે.
Bhugol class 11 - GSTB: ભૂગોળ ધોરણ ૧૧ - જીએસટીબી
by Dr Shri Vishnubhai B. Patel Shri Ghanshyambhai K. Shri Fateh Singh K. Chaudhary S Chaudharyઆ ધોરણ ૧૧ના ભૂગોળ વિષય નું પાઠ્યપુસ્તક છે જેમાં ૧૭ પ્રકરણ આપેલ છે.
Bhugol class 12 - Guidebook - GSTB: ભૂગોળ ધોરણ ૧૨ - નવનીત
by Navneetધોરણ ૧૨ ના ભૂગોળ વિષયની ગાઈડ બુક છે.
Black Buck Supplementary English Reader (Second Language) class 10 - GSTB
by Gujarat State School Textbook BoardThe Black Buck Supplementary Reader for Standard 10, published by the Gujarat State School Textbook Board, is an engaging resource designed to enhance English language proficiency for secondary students. Named after the elegant and swift blackbuck, this reader aims to introduce a variety of topics, from scientific discoveries to moral lessons, in an accessible format. It includes 22 diverse reading selections such as stories, poems, and thought-provoking exercises, each accompanied by questions to promote critical thinking. The content is structured to help students expand vocabulary, improve comprehension, and engage with English in a meaningful, enjoyable way. The reader also encourages self-expression and creativity through interactive activities.
Blue Book 1: બ્લ્યુ બુક ૧
by Kaajal Oza Vaidyaઆ પુસ્તક’ બ્લ્યુ બુક’ કદાચ ગુજરાતી ભાષામાં થયેલો પહેલો પ્રયાસ છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશમાથી જોઈ શકાય છે એવું મારા વાચક સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયત્ન છે
Brahmacharya (Sanxipt): બ્રહ્મચર્ય (સંક્ષિપ્ત)
by Dada Bhagwanતમને ચોરી કરવી ગમે? તમને જુઠું બોલવું ગમે? તમને કોઈને મારી નાખવાનું (હિંસા) ગમે? તો પછી વિષયમાં એવું શું છે કે તે પોતાને ગમે છે? તે ફક્ત રોંગ બિલીફના કારણે છે. બીજાઓએ કહ્યું તેથી તમે પણ માનો છો કે વિષયમાં પરમ સુખ છે. પણ તે સત્ય નથી. સ્વાભાવિક રીતે વિચારો, શું તમારી બીજી ઇન્દ્રિયોને તે ગમે છે? શું આંખોને તે ગમે છે? શું કાનો સાંભળે છે ત્યારે તેમને તે ગમે છે? શું જીભ ચાટે તો તે મીઠું લાગે છે? નાકને તે ખરેખર ગમતું હશે, નહિ? કોઈ પણ ઇન્દ્રિયને તે ગમતું નથી. દરેક માણસે વિષયનું પરીણામ શું છે અને બ્રહ્મચર્ય પાળવાના શા ફાયદા છે તે ઓળખવા જોઈએ. પોતાના કાયદેસરના સાથીદાર સાથે પણ ફક્ત એક વખત વિષય ભોગવવાથી, લાખો જીવોની હિંસા થાય છે; અને પોતાના લગ્નના સાથીદાર સિવાય બીજા કોઈ સાથેનો વિષય નરકમાં જવાનું કારણ છે. દરેક જણ સહમત થાય છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પરંતુ તે પાળવું કેમ? કોઈએ કદી તેનો રસ્તો બતાવ્યો નથી. આ પુસ્તકમાં તમે જોશો કે બ્રહ્મચર્ય પાળવાના સચોટ અને સ્પષ્ટ રસ્તા બતાવ્યા છે. વર્તમાન અને ભવિષ્યના વિષયના ભયંકર જોખમ વાંચીને લોકોને ધક્કો લાગશે અને તેઓ કહેશે “અમને આની જાણ જ ન હતી.”
Budhdha Ane Mahavir
by Kishorlal Mashruwalaબુદ્ધ અને મહાવીર પુસ્તક માં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર એવા બે મહાપુરુષો વિશે આલેખન કર્યુ છે.
Chamatkar: ચમત્કાર
by Dada Bhagwanઆજનાં અતિ આધુનિક અને વૈજ્ઞાનિક કાળમાં પણ લોકો કંઈક ચમત્કાર થશે તેવી ભ્રાંતિમાં રાચે છે. તેઓ કોઈક અલૌકિક ઘટનાઓ ઘટવાની રાહ જુએ છે. ભારત જેવા દેશમાં જ્યાં મોટા ભાગની પ્રજા ચમત્કારોમાં માને છે, તે ઘણી અંધશ્રદ્ધાઓ, ભ્રાંતિ અને ભયને જન્માવે છે. જે દેશની પ્રજા ચમત્કારોને માનતી, રાચતી ને પૂજતી થાય તે દેશના આધ્યાત્મનું પતન ક્યાં જઈ ને અટકશે તેની કલ્પના જ થાય તેમ નથી. ચમત્કાર કહેવો કોને ?સામાન્ય માણસની બુદ્ધિથી ના સમજાય તેવી બહારની ક્રિયા થઈ તે ચમત્કાર ? પણ તેમાં બુદ્ધિની સમજની સાપેક્ષતા માણસે માણસે ભિન્ન હોય. એકની બુદ્ધિમાં ના સમાય તો બીજાની બુદ્ધિમાં સમાય. બુદ્ધિની સીમા ય દરેકની ભિન્ન ભિન્ન જ ને ! ચમત્કાર પરનું પ્રસ્તુત પુસ્તક - શું આવા ચમત્કારોનું આપણા જીવનમાં ખરેખર કોઈ મહત્વ છે? ચમત્કારનો સહારો લઈને અંતે આપણને મળ્યું શું? તેનાં પર પ્રકાશ પાડે છે. જ્ઞાની પુરુષ દાદાશ્રીએ ચમત્કારની યથાર્થ ‘ડેફીનેશન’(વ્યાખ્યા), સિદ્ધિ અને ચમત્કાર વચ્ચેનો તફાવત, ચમત્કારમાં માન્યતા અને ધર્મ વચ્ચેનો સંબંધ, શું ચમત્કાર ખરેખર આપણું કંઈક સારું કરે છે કે તે માત્ર એક કલ્પના જ છે ? શું ચમત્કારો આપણા જીવન અને ધર્મને અસર કરે છે ? શું તે આપણા જીવનને સારું કે ખરાબ બનાવી શકે? શું આપણે ચમત્કારો કરીને ભગવાનને રાજી કરી શકીએ? વગેરે તે સર્વ બાબતો સમજાવી છે. દાદાશ્રી વાચકને મોક્ષમાર્ગ તરફ વાળે છે, જ્યાં (કહેવાતા)ચમત્કારનું કોઈ જ સ્થાન નથી, કારણકે આત્મા આ બધાથી પર છે. પ્રસ્તુત પુસ્તક સુજ્ઞ વાચકને ચમત્કારનો ખરો મતલબ ખોળવામાં અને આધ્યાત્મના સાચા માર્ગ પર ચાલવામાં સહાયક થશે.
Chamkto Taro
by Abdulla Kamalઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Chanakya Niti (Chanakya Sutra Sahit): ચાણક્ય નીતિ (ચાણક્ય સૂત્ર સહિત)
by Acharya Rajeshwar Mishraજેમણે ભારતની આર્થિક, રાજનૈતિક, શૈક્ષણિક અને સામાજિક વ્યવસ્થાને સુનિયોજીત બનાવી રાખવાની એક ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો. પોતાની કૂટનીતિઓથી શત્રુઓનું દમન કર્યું, પોતાની પ્રતિભાથી સંસ્કૃત સાહિત્યને મહત્વપૂર્ણ બનાવ્યું. ત્યાગ અને બુદ્ધિમત્તાથી ભારતનું ગૌરવ વધાર્યું, જેમણે આજીવન ચરિત્ર, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને પ્રમુખતા આપી, એ પુરુષશિરોમણીનું નામચાણક્ય છે. તેઓ બુદ્ધિથી તીક્ષ્ણ, ઈરાદાના પાક્કા, પ્રતિભાના ધની, દૂરદર્શી અને યુગ - નિર્માતા હતા, એમના જીવનનો એક ઉદ્દેશ્ય હતો. પ્રસ્તુત સંસ્કરણ વાચકોને સરળતાથી સમજમાં આવી જાય એ માટે સરળ, સુસ્પષ્ટ અને બોધગમ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મારું માનવું છે કે આ અથાગ જ્ઞાનરૂપી ગ્રંથનું અધ્યયન મનુષ્યએ પોતાના જીવનકાળમાં એક વાર અવશ્ય કરવું જોઈએ.
Charitra ane Rashtra Nirman
by M K Gandhiપ્રસ્તુત પુસ્તકમાં આશ્રમનાં વ્રતોનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.
Chinta: ચિંતા
by Dada Bhagwanચિંતાથી કામ બગડે છે, એ કુદરતનો નિયમ છે. ચિંતાથી મુક્તિ કામ સુધારે છે. ભણેલા-ગણેલા અને સાધન સંપન્ન લોકો પણ ઉંચા સ્તરની ચિંતા અને તનાવથી પીડાય છે. મજુરો ચિંતા કરતા નથી અને તેમને સારી ઊંઘ આવે છે, તેની સરખામણીમાં એમના ઉપરીઓને ઊંઘની ગોળીઓ લેવી પડે છે. જેઓ ચિંતા કરે છે તેઓ પોતાની મિલકત ગુમાવે છે. અહીં એક નાનો દાખલો પરમ પૂજ્ય દાદાશ્રીના શબ્દોમાં છે કે જયારે તેમને ધંધા માં ખોટ ગઈ ત્યારે તેઓ તેમની ચિંતાઓનો અંત કેવી રીતે લાવ્યા. “ એક વખત અમારા ધંધામાં ખોટ ગઈ. આ આત્મજ્ઞાન થયા પહેલાંની વાત છે. તે વખતે, હું ચિંતા કરીને આખી રાત અજંપામાં રહ્યો. પછી મને અંદરથી જવાબ મળ્યો. આ ખોટને લીધે અત્યારે બીજા કોણ કોણ ચિંતા કરે છે? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે અત્યારે ચિંતા ના કરતા હોય ! મે શોધી કાઢ્યું કે હું જ એકલો ચિંતા કરતો હતો. મારા બૈરી–છોકરાઓ બધા ભાગીદાર છે છતાંપણ તેઓ કોઈ શું થઇ રહ્યું છે તે જાણતા નથી. હવે એ બધા નથી જાણતા તોય એમનું ચાલે છે. હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું છું. જયારે બીજા, જેઓ મારા ભાગીદાર છે તેઓ ચિંતા નથી કરતા, તો ચિંતાનો બધો મારે એકલાએ શા માટે ઉપાડવો જોઈએ? ચિંતા શું છે? વિચારો એ સમસ્યા નથી. જયારે પોતે વિચારોમાં લાગણીવશ થઇ તન્મયાકાર થાય છે ત્યારે ચિંતા શરુ થાય છે.